તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરી શિક્ષણ:139 શાળાના બાળકોના ઘરે જઈને શિક્ષણ આપતા 523 શિક્ષકો

વિરપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિરપુર તાલુકામાં બાળકોના ઘરે જઈ શેરી શિક્ષણ આપતા શિક્ષકો - Divya Bhaskar
વિરપુર તાલુકામાં બાળકોના ઘરે જઈ શેરી શિક્ષણ આપતા શિક્ષકો
  • વિરપુર તાલુકામાં ફરજ દરમિયાન 76 શિક્ષકો કોરોના સંક્રમિત થયા હતા : 4ના કોરોનાથી મોત થયા

કોરોનાથી શાળાઓ બંધ રહેવાથી શાળા દ્વારા વિદ્યાર્થીઓને મોબાઈલ અને ટીવીના માધ્યમથી શિક્ષણ આપવાનો પ્રયાસ શિક્ષણ વિભાગ દ્વારા કર્યો છે. કોરોનાના કેસમાં ઘટાડો થતા ધો.1થી 8ના વિદ્યાર્થીઓના રહેણાંકમાં જઈને જીલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શેરી શિક્ષણ શરુ કરી નવતર અભિગમ અપનાવી વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જોડવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

વિરપુર તાલુકામાં 139 પ્રા. શાળા આવેલી છે જેમાં 523 જેટલા શિક્ષકોએ શેરી શાળા થકી એક અનોખી પહેલ કરી વિદ્યાર્થીઓ જ્યાં રહેતા હોય ત્યાં તેમના વિસ્તારમાં પહોંચી કોઈ બાળક અભ્યાસથી વંચીત રહી ન જાય તે માટે તેમની શેરીમાં જ અભ્યાસ કરાવી “શિક્ષક કભી સાધારણ નહીં હોતા” ની યુક્તિને સાર્થક કરી રહ્યા છે. હાલ ઓનલાઇન એજ્યુકેશન ચલાવી રહ્યું છે. પણ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં જેમના ઘરમાં ટીવી કે મોબાઇલ નથી. આવા બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે વિરપુર તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા શ્રમદાન શરૂ કર્યું છે. શિક્ષકોએ શેરી શાળા થકી એક અનોખી પહેલ કરી છે.

ઓનલાઇન શિક્ષણ ગરીબ પરિવારો માટે ફળદાયી નથી વિરપુર તાલુકામાં શિક્ષણ સમિતિ મજબૂર છે ધોરણ 1થી 8 શાળામાં પછાત વિસ્તારના વાલીઓ પાસે ફોનની વ્યવસ્થા કે ટીવી નથી તાલુકાના કુલ 11382 વિધાર્થી પૈકી 210 જેટલા વિદ્યાર્થીઓ છે જેઓ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે બાકીના 11772 શેરી શિક્ષક થકી શિક્ષણ મેળવી રહ્યા છે.

વિરપુર શિક્ષણ સમિતિ પાસે 139 ટેબ્લેટ
વિરપુર પ્રાથમીક શિક્ષણ સમિતિ પાસે 139 ટેબ્લેટ જીલ્લામાથી ફાળવવામાં આવ્યા છે. તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલી પાસે ઈન્ટરનેટ સુવિધા નથી તેથી અભ્યાસ ઓનલાઇન શક્ય બની રહ્યો નથી, ત્યારે જોવાનું એ રહેશે કે શું ઓનલાઇન શિક્ષણ કેટલું સફળ રહેશે.

વિરપુર તાલુકાના શિક્ષકો ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થયા
વિરપુર તાલુકામાં 139 પ્રાથમિક શાળા પૈકી 523 શિક્ષકો ધરે ધરે જઈ બાળકોને શિક્ષણ આપી રહ્યા છે ત્યારે 523 શિક્ષકોમાથી 76 જેટલા શિક્ષકોને કોરોના સંક્રમિત થયા છે. ત્યારે 4 જેટલા શિક્ષકોના કોરોના કારણે મોત નિપજયા છે.

અન્ય સમાચારો પણ છે...