ખળભળાટ:વધાસ પંચાયતના 3 સભ્યોએ ચૂંટણી પહેલાં રાજીનામું આપ્યું

વિરપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
વધાસ ગ્રામ પંચાયતના ત્રણ સભ્યોએ વિકાસના કામો ન થતા રાજીનામું  આપ્યુ - Divya Bhaskar
વધાસ ગ્રામ પંચાયતના ત્રણ સભ્યોએ વિકાસના કામો ન થતા રાજીનામું  આપ્યુ
  • વિકાસના કામો ન કરતાં રાજીનામું આપ્યું

વિરપુર તાલુકાની વધાસ ગ્રામ પંચાયતના ત્રણ જેટલા સભ્યોએ પોતાના હોદ્દા ઉપરથી રાજીનામુ આપી દેતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે હવે વધાસ ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીના ગણતરીના મહિનાઓ બાકી છે. ત્યારે અચાનક સભ્યો રાજીનામું ધરી દેતા તર્કવિતર્ક વહેતા થયા છે.

ગ્રામ પંચાયત સરપંચ દ્રારા વિકાસના કામોમાં સભ્યોને ન પુછતા ત્રણ સભ્યોએ રાજીનામા આપી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. વધાસ ગ્રામ પંચાયતની શનીવારના રોજ ગ્રામ સભા યોજાઈ હતી. જેમાં 14મુ નાણાપંચ સહિત વિકાસના અને પાણીના કામોને લઈને ભારે વિવાદ સર્જાયો હતો જેમાં ગ્રામ પંચાયતના ત્રણ સભ્યોએ પોતાના વોર્ડમાં વિકાસના કોમોને લઈને અનેક રજુઆતો તેમજ ઠરાવ કરવામાં આવ્યા હોવા છતાં કામો ન કરવામાં આવતા પ્રવિણભાઇ પરમાર, નાયક મધુબેન શનાભાઇ તથા કૈલાશબેન રાઠોડ મળી ત્રણ સભ્યોએ રાજીનામુ રેવન્યુ તલાટી આપી દેતા તાલુકામાં ચકચાર મચી જવા પામ્યો છે.

ત્રણેના રાજીનામા સ્વીકારી લેવાશે
વધાસ ગ્રામ પંચાયતના ત્રણ સભ્યોએ રાજીનામા આપ્યા છે. તે વિગ્ન સંતોષી છે જેઓને વિકાસ ગમતો નથી આ ત્રણેય સભ્યોના રાજીનામા સ્વીકારી લેવાશે ઉપરાંત વિકાસના કામો બધાને સાથે લઈને કર્યા છે તેમજ પંચાયતના બોર્ડ પર વિકાસના તમામ કામો જગ જાહેર લખેલા છે. >હંસાબેન ઠાકોર, સરપંચ, વધાસ ગ્રામ પંચાયત.

અન્ય સમાચારો પણ છે...