ભાસ્કર વિશેષ:વિરપુર તાલુકાની 31માંથી 7 શાળામાં 100% વેક્સિનેસન : 6623 વિદ્યાર્થીઓએ રસી મુકાવી

વિરપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડેભારી ગામની સરસ્વતી હાઈસ્કૂલના વિધાર્થીઓ કોરોના વિરોધી રસી ઉત્સાહભેર લીધી હતી. - Divya Bhaskar
ડેભારી ગામની સરસ્વતી હાઈસ્કૂલના વિધાર્થીઓ કોરોના વિરોધી રસી ઉત્સાહભેર લીધી હતી.
  • પ્રથમ દિવસથી આજ સુધીમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓએ વેક્સિન લીધી

વિરપુર તાલુકામાં વિધાર્થીઓના વેકિસન માટેની કામગીરીએ વેગ પકડો છે. પ્રથમ દિવસથી આજ દિન સુધીમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓએ કોરોના વિરોધી વેકસીન લીધી છે. વિધાર્થીઓની સાથે સાથે વાલીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તાલુકામાં 31 શાળાઓમાં આરોગ્ય વિભાગ ઉપરાંત આશા વર્કરો, ફીમેલ હેલ્થ વર્કરો સહિતના કર્મીઓ દ્વારા તાલુકામાં અત્યાર સુધીમાં 6623 વિદ્યાર્થીઅોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે.

જ્યારે તાલુકાની 31 શાળાઓમાંથી અત્યાર સુધીમાં સરાડીયામાં 2, વિરપુરમાં 2, બારમાં 1, બોરમાં 1, જોધપુરમાં 1 મળી કુલ 7 શાળાઓમાં 100% વેકસીનની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે. તાલુકા આરોગ્ય અધિકારી બી જે માલીવાડના જણાવ્યા અનુસાર આરોગ્ય વિભાગ શાળાના આચાર્યો સાથે સતત સંપર્કમાં રહી, રોજે–રોજની શાળાઓનું લીસ્ટ બનાવી, ત્યાંની વ્યવસ્થા તપાસાવી, ઉપરાંત આરોગ્ય અને શાળાના શિક્ષકો સાથે સંકલન કરાવી તમામ વ્યવસ્થા કરી તાલુકાની 31 શાળામાંથી 7 શાળાઓમાં 100% વેક્સિનની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. અને તાલુકાની તમામ શાળામાં 100 ટકા વેક્સીનેશન થાય તે માટે આરોગ્ય વિભાગ પ્રયત્નો કરી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...