કોરોના વાઈરસ:સંતરામપુરમાં વોર્ડ 3, નરસિંગપુરના ખુટા ફળિયા કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર

સંતરામપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરપાલિકા વોર્ડ નંબર ૦૩ અને તાલુકાના નરસિંગપુર ગામના ખુટા ફળિયા નોવેલ કોરોના વાયરસના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવેલ છે. આ કોરોના વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર - જવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરીયાત જણાતા જિલ્લા કલેક્ટર આર.બી. બારડ દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે.

જેમા સંતરામપુર નગરપાલિકા વોર્ડ નંબર ૦૩ માં સમાવિષ્ટ શિકારી ફળિયાના હુસેન અ રહેમાન શિકારીના ઘરથી રીઝવાનભાઇ અ રહીમ ભુરાના ઘરના પાછળ થી નવા માલીવાડ રસ્તાથી શિકારી કુવાની અંદરનો તમામ વિસ્તાર અને સંતરામપુર તાલુકાના નરસિંગપુર ગામના ખુટા ફળિયાના રહેવાસીઓને રાશન વિગેરે આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘરે પૂરું પાડવામાં આવશે. તથા એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ કરશે, વિસ્તારને આવરતા મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે, આવશ્યક સેવાઓ  અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગરના લોકોની આવાન જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયંત્રણ કરવામાં આવશે.

ઉપરાંત સંતરામપુર નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર અને સંતરામપુર તાલુકાના નરસિંગપુર ગામના સમગ્ર વિસ્તારને બફર જોન જાહેર કરી આ હદોને સીલ કરવામાં આવે છે. આવશ્યક સેવાઓના પુરવઠા સંબંધિત અવર - જવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવામાં આવશે. આવશ્યક ચીજ વસ્તુઓની ખરીદી માટે ગામની હદની અંદર માત્ર સવારે 8 થી 3 સુધી મુક્તિ આપી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. તથા આ જાહેરનામુ તા. 27 મે 2020 થી અન્ય કોઈ હુકમ ન થાય ત્યાં સુધી અમલી રહેશે.

અન્ય સમાચારો પણ છે...