મુલાકાત:માનગઢમાં કમિશનર અને સચિવ કક્ષાના અધિકારીઓની મુલાકાત

સંતરામપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંત્રી કુબેર ડીંડોરે પ્રોજેકટ પ્લાન વડાપ્રધાનને રજૂ કર્યો હતો

માનગઢધામનો બોહળો વિકાસ થાય ગુરુગોવિંદ અને આદિવાસીઓનો ગોરવશાળી ઇતિહાસ લોકો સમક્ષ રજુ થાય માનગઢધામનો પ્રવાસન ક્ષેત્રે સંપૂર્ણ પણે વિકાસ થાય તે હેતુસર મંત્રી કુબેરભાઇ ડીંડોર દ્વારા માનગઢધામના વિકાસ માટે 100 કરોડ કરતા પણ વધુ રકમનો એક પ્રોજેકટ પ્લાન તૈયાર કરી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને દિલ્હી ખાતે રુબરુ મળી માનગઢ ધામના વિકાસ હેતુ રજુઆત કરવામા આવી હતી. મંત્રીની રજુઆત પગલે પ્રધાનમંત્રી કાર્યાલયના આદેશથી ગુજરાત સરકારના કમિશ્નર અને સચિવ કક્ષાના અધિકારીઓએ માનગઢ ધામની મુલાકાત લઇ નિરીક્ષણ કયુઁ હતુ.

માનગઢધામ ખાતે ગુજરાતના ઇલેકશન કમિશ્નર સંજય પ્રસાદ, વિજીલીયન્સ કમિશ્નર સંગીતા સિંગ, આદિજાતી વિભાગના મુખ્ય સચિવ મુરલી કિશ્ના સાથે મંત્રી કુંબેરભાઇ ડીંડોર, ટ્રાયબલ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટરના ડાયરેકટર દેવચંદ વહોનિયા, ઇતિહાસ વિદના પ્રો. ડૉ.અરુણભાઇ વાધેલા, સંશોધક ગણેશભાઇ નિસરતા, પશ્ચિમ રેલ્વેના સભ્ય રીતેષભાઇ પટેલ, સંતરામપુરના પ્રાન્ત અધિકારી જાદવ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પદાધીકારીઓ માનગઢની મુલાકાત લઇ માનગઢ ધામ ખાતે રાષ્ટ્રીય શહિદ સ્મારક બને, ગુરુગોવિંદ નેશનલ ટ્રાયબલ મેમોરીયલ પાર્ક બને, આદિવાસીઓની અસ્મિતાને ઉજાગર કરતુ વન નિમાર્ણ થાય, માનગઢ પરિક્રમા દર્શન રૂટનુ નિમાર્ણ થાય, એક ડુંગર પરથી બીજા ડુંગરને જોડતા ઝુલતા પુલનુ નિમાર્ણ થાય,

સ્કાય વોલ, શહિદોની યાદમા ઝાંખી દશૉવતો ભવ્ય પ્રદશઁની હોલ બને તેની સાથે અનેક પ્રકારની સુવિધાઓથી સજ્જ માનગઢધામનુ નિમાર્ણ થાય તે માટે ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા માનગઢધામનુ ચાર કલાક સુધી નિરીક્ષણ કરવામા આવ્યુ હતુ. સચિવોએ ગુરુગોવિદની ધુણીના દર્શન કરી માનગઢ ધામના પ્રદર્શની હોલ શહોદોની યાદમા બનાવેલ સ્મારક, વ્યુ પોઇન્ટની પણ મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...