કાર્યવાહી:સંતરામપુર તાલુકાની સસ્તા અનાજની વાજબી ભાવની ત્રણ દુકાનો સીલ કરાઈ

સંતરામપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
તાલુકાની 3 સસ્તા અનાજની  દુકાનો સીલ કરાઈ - Divya Bhaskar
તાલુકાની 3 સસ્તા અનાજની દુકાનો સીલ કરાઈ
  • હીરાપુર, સીંગલગઢ અને સીર ગામની 3 દુકાનનો 3.44 લાખનો અનાજનો જથ્થો સીઝ કર્યો

સંતરામપુરના હીરાપુર, સીંગલગઢ અને સીર ગામની સસ્તા અનાજની દુકાનોમાં રેશનીંગ ગ્રાહકોની વારંવાર ફરિયાદો આવતી હતી. જેથી મહિસાગરના ડીઅેસઅોની સુચના મુજબ ત્રણે દુકાનોની સંતરામપુર મામલતદાર દ્વારા વિઝીટ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ ત્રણે દુકાનોનો રિપોર્ટ જિલ્લામાં મોકલાયો જેમાં દુકાનોનું બિનહિસાબનું પ્રમાણ વધુ અને નિયમોનો ભંગ કરીને રેશનીંગ ગ્રાહકોને અંગુઠો ફીગર પ્રિન્ટ મારીને અનાજનો જથ્થો પૂરો આપતો ન હતો. ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહ્યા હતા.

આ બધી બાબતો તપાસ દરમિયાન વ્યાજબી ભાવની દુકાનદાર આર.એસ.ડામોરની રેશનીંગની દુકાનનો પરવાનો 1 મહિના માટે રદ કરાયો છે. દુકાનમાંથી 47531નો અનાજનો જથ્થો સીઝ કરાયો હતો. જ્યારે હીરાપુર ગામે 1 વર્ષમાં ત્રીજી વખત દુકાનો પરવાનો રદ કરીને સસ્પેન્ડ કરેલી છે. હીરાપુરના દુકાનદાર આર જે શાહ સામે વારંવાર રાશન ગ્રાહકોની ફરિયાદો આવતી હોય અને ગ્રાહકો સાથે વર્તન પણ ખરાબ કરે છે અત્યોદય અને બીપીએલ ગ્રાહકોનું અનાજનો જથ્થો અાપતો ન હતો.

દુકાનદાર રમેશ શાહનો જથ્થો સીલ કરીને 60 દિવસ માટે સસ્પેન્ડ કરેલી છે. સીર ગામે આઈ એ શેખ દ્વારા રેશનીંગમાં ગેરરીતી પકડતા ૬૦ દિવસ માટે તેમની દુકાન ને પણ સસ્પેન્ડ કરવામાં કરીને અનાજનો જથ્થો સીંઝ કર્યો હતો. સંતરામપુર તાલુકાની ત્રણ સસ્તા અનાજની દુકાનોમાં વિઝીટ કરતા દરમિયાનમાં અનાજનો જથ્થો વધારે જ જોવા મળતા તેને સીલ કરવામાં આવેલો હતો.કુલ 3,44,085 રૂપિયાનું અનાજનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે.

અન્ય સમાચારો પણ છે...