તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માથાકૂટ:નાનીકયાર ગામે જમીનના ભાગ મુદ્દે પુત્રે પિતાનું માથું ફોડ્યું

સંતરામપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંતરામપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ચોમાસાની સિઝન શરૂ થતાં જ ખેતી કરવા માટે જમીનના ભાગ માટે મારામારીના બનાવો વધતા જાય છે. ત્યારે સંતરામપુર તાલુકાના નાનીકયાર ગામે જવરાભાઈ પુજાભાઈ ડામોર પોતાના ખેતરમાં ખેતીનું કામ કરી રહ્યા હતા.

તે દરમિયાન તેમનો પુત્ર નરેશભાઈ જવરાભાઈ ડામોર અને તેની પત્ની સુમલીબેન નરેશભાઈ ડામોર બંને ભેગા મળીને તેમના પિતાને જમીનનો ભાગ કેમ નથી આપતો મારે જમીનનો ભાગ જોઈએ તેમ કહીને પુત્રને અને વહુઅે ભેગા મળીને અપશબ્દો બોલીને પુત્રઅે હાથમાં પથ્થર લઈ પિતાના માથાંના ભાગે મારીને ઇજાઅો કરી હતી. જવરાભાઈ જીવ બચાવવા માટે લોહીલુહાણ હાલતમાં સંતરામપુર પોલીસ સ્ટેશનમાં આવી પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...