ક્રાઇમ:સંતરામપુરની લૂંટના કેસનો ભેદ 20 કલાકમાં ઉકેલાયો

સંતરામપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોગસ પોલીસ બનીને લૂંટ કરતી હતી
  • પોલીસે 50 હજારનો મુદ્દામાલ રીકવર કર્યો

સંતરામપુર પોલીસ સ્ટેશનના પીઅાઇ એમ.બી. મછારને બાતમી મળી કે બે ઇસમોએ સંતરામપુર તથા રાફઇ ગામે મો.સા. ચાલકોને ઉભા રાખી ધમકાવી પોલીસની ખોટી ઓળખ આપી તેઓની મો.સા.ની લુંટ કરી હતી. તે બંને ઇસમો કાળા કલરની નંબર વગરની પ્લેટીના મો.સા. લઇને લુણાવાડાથી સંતરામપુર તરફ આવનાર છે. તેવી બાતમીના અાધારે સંતરાપુર પોલીસે સંતરામપુર હરસિધ્ધી માતાના મંદિર આગળ રોડ ઉપર નાકાબંધીમાં હતા. તે દરમ્યાન બાતમી મુજબની મો.સા.આવતા ચાલક પોલીસને જોઇને લુણાવાડા તરફના રોડ઼ે હંકારવા જતા પોલીસે તેઅોનો પીછો કરીને પકડી પાડયા હતા.

પકડેલ ઇસમો નરેન્દ્રસિંહ સિસોદીયા રહે.થાના મુવાડા ડોકટર ફળીયુ તા.સંતરામુપુર તથા વિજયકુમાર બળવંતભાઇ હજુરી રહે.ચુથાના મુવાડા નિશાળ ફળીયુ તા.સંતરામપુર પાસેની કાળા કલરની વગર નંબરની પ્લેટીના મો.સા. બાબતે પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે અમોએ સંતરામપુર બળીયાદેવના આગળ રોડ ઉપર તથા રાફઇ ગામે રોડ એમ બે મો.સા.ના ચાલકોને ઉભા રાખી તેઓને ધમકાવી તેઓને પોલીસની ખોટી ઓળખ આપી તેઓની મો.સા. લઇ લીધી હોવાનું જણાવ્યું હતું. પોલીસે 3 બાઇક મળીને 50 હજારનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...