સંતરામપુર નગરમાં નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો બનાવવાની જાહેરાત કરવામાં આવેલી હતી અને કામગીરી હાથ ધરી હતી. પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના સરકારી લાભનું ગરીબો માટે સપનું બનીને રહી ગયું. વર્ષ 2012માં આવાસની કામગીરી શરૂ કરવા માટે ખાતમુહૂર્ત કરાયું હતું. પરંતુ હજુ સુધી કામગીરી પૂર્ણ કરવામાં આવેલી જ નથી. હાલમાં સંતરામપુર નગરના વાલ્મીકિ વાસ અને મરઘા કેન્દ્ર પાસે અધુરી કામગીરીને કારણે ખંડેર હાલતમાં જોવા મળેલા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના પાછળ સરકારે રૂા.6 કરોડ ખર્ચ્યા પછી પણ કામગીરી અધુરી જોવા મળી રહી છે. છેલ્લા પાંચ વર્ષથી સંતરામપુર નગરમાં આવાસ યોજનાની કામગીરી બંધ પડેલી છે. મળતિયાઓના કારણે અને નગરપાલિકાની બેદરકારીના કારણે હજુ પણ આ કામગીરી બંધ હાલતમાં છે. સરકારના નિયમ મુજબ આવાસની અંદર માટીની ઈંટો વાપરવાની નક્કી કર્યું હતું પરંતુ કેટલાક સભ્યોના કહેવાથી અને પોતાનો સ્વાર્થ દેખાવાથી સિમેન્ટની ઈંટો પાડીને બાંધકામ કરવામાં આવેલું હતું.
તેમાં પણ કામગીરીમાં વેઠ ઉતારી હતી. આજથી પાંચ વર્ષ અગાઉ નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા મયુરભઈ જોશી સ્થળ ઉપર તપાસ કરતા કામગીરીમાં તકલાદી અને વેઠ ઉતારી હોવાનો ચીફ ઓફિસરે સરકારમાં રિપોર્ટ પણ કર્યો હતો. આ આવાસોમાં સરકારની ગાઈડલાઈન મુજબ જે પણ વ્યક્તિને આવો જોતું હોય તો સરકારમાં 40થી 50 ટકા રકમ લાભાર્થીને ભરવાની રહે છે. પરંતુ યોજના વિશે પૂરી જાણકારી અપાઇ ન હતી. સરકારના 6 કરોડ રૂપિયા છેલ્લા 5 વર્ષથી ખંડેર બનેલા આવાસોમાં જોવાઈ રહેલા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.