બેદરકારી:નવી પાઇપ લાઇન પણ ચોકઅપ થતાં રસ્તા પર ગટરના પાણી ફર્યાં

સંતરામપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતરામપુરમાં હોસ્પિટલ પાસે પાણીના નિકાલની કામગરી બાદ રોડ પર રેલાતું પાણી - Divya Bhaskar
સંતરામપુરમાં હોસ્પિટલ પાસે પાણીના નિકાલની કામગરી બાદ રોડ પર રેલાતું પાણી
  • હોસ્પિટલ પાસે પાણીના નિકાલની કામગીરી કરી હતી

સંતરામપુર નગરપાલિકા દ્વારા થોડા દિવસ અગાઉ ગટર ચોકઅપ થઈ જતા પાઇપલાઇન નાંખવામાં આવેલી હતી. પરંતુ કામગીરીમાં વેઠ ઉતારી હોવાના કારણે ફરીથી પાઇપલાઇન ચોકઅપ થઈ ગઈ હતી. જેને લઇને પાણીનો નિકાલ થતો નથી અને ગંદુ પાણી રોડ ઉપર ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે.

એક બાજુ સ્ટેટ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લઈને દર્દીઓ સારવાર માટે અાવતા હોય છે. ત્યારે અા વિસ્તારમાં આખા ગામનો પાણીના નિકાલની ગટર લાઈન હોસ્પિટલની બાજુમાં ચોક અપ થઇ જતા ચારે બાજુ ગંદુ પાણી ફેલાઈ રહ્યું છે.

તંત્રની આળસના કારણે સ્થાનિક રાહદારીઓ અને દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે. હાલમાં ચોમાસા દરમિયાન રોગચાળાની ભય ભીતિ સેવાઈ રહી છે. નગરપાલિકાની બેદરકારીના કારણે રોગચાળો ફાટી નીકળેતો નગરજનો માટે જોખમકારક સાબિત થઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...