તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:દીકરીને પાણીની ટાંકીમાં નાંખી માતાએ ગળેફાંસો ખાઇ લીધો

સંતરામપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંતરામપુરના ગામડી ગામે મોતને ભેટેલા માતા પુત્રીની ફાઇલ તસવીર - Divya Bhaskar
સંતરામપુરના ગામડી ગામે મોતને ભેટેલા માતા પુત્રીની ફાઇલ તસવીર
  • પુત્ર ન હોવાથી પતિ દ્વારા વારંવાર ત્રાસ અપાતો હતો

સંતરામપુર તાલુકાના ગામડી ગામે ગીતાબેનના લગ્ન અેસટી વિભાગમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા પ્રફુલભાઈ જોડે થયા હતા. ગીતાબેનને સંતાનમાં બે છોકરીઓ હોવાથી તેના પતિ દ્વારા વારંવાર તારે છોકરો નથી. તેમ કહીને બોલાચાલી કરી ઝઘડો કરી તકરાર કરી માનસિક ત્રાસ આપતો હતો. અને બીજી પત્ની ઘરમાં લાવવાનું જણાવતો હતો.

જેના કારણે ગીતાબેને પતિના ત્રાસથી કંટાળીને પોતાની એક દીકરીને ઘર આંગણે પાણીની ટાંકીમાં નાખી દીધી અને ઘરના વચલા રૂમમાં પંખા સાથે સાડી વડે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. પતિના ત્રાસથી નાની દીકરી અને ગીતાબેન આપઘાત કરવા મજબૂર બન્યા હતા. ગીતાબેનના પરિવારના જીતેન્દ્રભાઈ અર્જુન ભાઈ બારીયાઅે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સંતરામપુર પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...