કાર્યવાહી:હીરાપુરની રેશનની દુકાનનો પરવાનો 30 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો

સંતરામપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હીરાપુરની રેશનની દુકાનનો પરવાનો સસ્પેન્ડ કર્યો - Divya Bhaskar
હીરાપુરની રેશનની દુકાનનો પરવાનો સસ્પેન્ડ કર્યો
  • પ્રાંત અધિકારી અને મામલતદાર ગ્રાહકો દ્વારા રજૂઆત કરી હતી

સંતરામપુર તાલુકાના હીરાપુર ગામે રમેશ શાહ દ્વારા સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનનું સંચાલન કરવામાં અાવે છે. ગ્રામજનો દ્વારા તેમના વિરુદ્ધ પ્રાંત અધિકારી અને મામલતદાર રજૂઆત કરાતા સ્થાનિક પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં સસ્તા અનાજની દુકાનની કેટલીક ગંભીર ગેરરીતિ જેવી કે બોર્ડ પર લગાવવામાં આવેલ નથી, સરકારી પુરવઠા વિભાગના કોઈ પણ નિયમોનું પાલન કરવામાં આવેલ નથી.

ગ્રાહકોને સરકાર દ્વારા ફરજિયાત પણ આપવાનું નક્કી કરેલ અનાજનો જથ્થો અાપવામાં ન હોવાનો તથા સંચાલક દ્વારા ગ્રાહકોને અંગુઠો લગાવીને અધુરૂ અનાજ આપતા હતા. અને રમેશ શાહ દુકાન સંચાલક તમામ કુપનો નાશ કરી દેતા હતા પરંતુ ગ્રાહકોને કુપન આપતા ન હતા. જેને લઇને મહિસાગર જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. અને હુકમ કરવામાં આવેલો હતો કે 30 દિવસ માટે પરવાનો સસ્પેન્ડ કરવામાં આવી રહ્યો છે. તથા દુકાનનો ચાર્જ વાંઝાખુટ દુકાને સોંપવામાં આવેલ હતો. હીરાપુર ગામની સરકારી દુકાનમાં તપાસ કરાતા અન્ય દુકાનદારોમાં ફફડાટ પેસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...