પુસ્તકનું વિમોચન:‘મહીસાગર જિલ્લાની કેળવણીનો ઇતિહાસ’ પુસ્તકનું વિમોચન થયું

સંતરામપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાની કેળવણી નો ઇતિહાસ “ પુસ્તકનું અગ્ર શિક્ષણ સચિવ ડો.વિનોદરાવના હસ્તે વિમોચન. - Divya Bhaskar
જિલ્લાની કેળવણી નો ઇતિહાસ “ પુસ્તકનું અગ્ર શિક્ષણ સચિવ ડો.વિનોદરાવના હસ્તે વિમોચન.
  • અગ્ર શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ સાહેબની અધ્યક્ષતામાં
  • પ્રાચીન, રાજા રજવાડા​​​​​​​, બ્રિટિશ ઇન્ડિયા સમયનું અને આઝાદી પછીના શિક્ષણ સહિતની વિવિધ માહિતી પુસ્તિકામાં અપાઇ છે

ડાયટ સંતરામપુર ખાતે અગ્ર શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ સાહેબની અધ્યક્ષતામાં અને ડી.ડી.ઓ.લાખાણીની ઉપસ્થિતિમાં સ્કૂલ ઓફ એક્સલન્સ અંગેની રીવ્યુ બેઠક મળી હતી. આ બેઠકમાં ડાયટ સંતરામપુર દ્વારા સ્થાનિક સાહિત્યના એક ભાગરૂપે તૈયાર કરવામાં આવેલી પુસ્તિકા “ મહિસાગર જિલ્લાની કેળવણીનો ઇતિહાસ “ નું વિમોચન કરવામાં આવેલ હતું .

આ પુસ્તકમાં મહિસાગરમાં કેળવણીની શરૂઆત થઈ ત્યારથી શરૂ કરી પ્રાચીન સમયનું શિક્ષણ, રાજા રજવાડા સમયનું શિક્ષણ ,બ્રિટિશ ઇન્ડિયા (અંગ્રેજ શાસન )સમયનું શિક્ષણ અને આઝાદી પછીનું શિક્ષણ આમ તમામ સ્તરની શિક્ષણ વ્યવસ્થા, શિક્ષણનું માળખું, કેળવણીકારો, સમાજસુધારકો તેમજ અંગ્રેજ શાસકો, રાજા-મહારાજાઓ અને વિવિધ સંસ્થાઓનું કેળવણીમાં યોગદાન અને જે-તે સમયમાં થયેલ શિક્ષણનો વિકાસ, સંસ્થાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓની આંકડાકીય વિગતો ફોટોગ્રાફ સાથે રસપ્રદ રીતે આ પુસ્તિકામાં મૂકવામાં આવી છે.

આ પુસ્તિકા તૈયાર કરવામાં વિવિધ સંદર્ભો, ગેજેટસ અને વિવિધ સંસ્થાઓ તરફથી પ્રાપ્ત આધારભૂત માહિતી અને જે તે સમયના વડીલો, કેળવણીકારો, અને સમાજ સુધારકો પાસેથી માહિતી મેળવીને ફોટોગ્રાફ સહિત આ પુસ્તકનું સુંદર લેખન અને સંપાદન કાર્ય ડાયટ સંતરામપુરના પ્રિન્સિપાલ ડો. એ.વી.પટેલ દ્વારા કરવામાં આવેલ છે.

આ પુસ્તિકામાં જરૂરી સંદર્ભો સાથે ફોટોગ્રાફ્સ અને વિવિધ લેખકો કવિઓ અને સાહિત્યકારોએ મહીસાગરના શિક્ષણ જગતને ઉજળું બનાવવામાં આપેલા અમૂલ્ય ફાળાનું વર્ણન કરવામાં આવેલ છે પુસ્તકનું કન્ટેન્ટ, તેની ગોઠવણી અને જુના પુરાણા ફોટોગ્રાફ્સના સુંદર સંકલન અંગે પુસ્તિકાના ખુબજ વખાણ થઈ રહ્યાં છે. શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવ ,માહિસાગરડી.ડી.ઓ અને શિક્ષણ જગત સાથે સંકળાયેલ તમામે આ પુસ્તકની ખૂબ જ પ્રશંસા કરી છે.

અન્ય સમાચારો પણ છે...