ચીમકી:સરકારી લાભ ન મળતાં રહીશની સંતરામપુર મામલતદારને રજૂઆત

સંતરામપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લાભ નહી મળે તો આત્મવિલોપનની ચીમકી

સંતરામપુરના નરસગપુરના રમેશભાઈ પુજાભાઈ વણકરને સરકારના લાભ ન મળતા હોવાની મામલતદારને રજુઅાત કરી હતી જેમા જણાવ્યુ હતુ કે છેલ્લા ૧૦ વર્ષથી નરસીંગપુર ગામનો રહીશ અને વણકર જાતિનો છુ. તથા મજુરી કરી મારા કુટુંબનું માંડ માંડ પુરૂ કરુ છુ. તેમ છતા મને સરકારમની આવાસ યોજનાનો અમારા ઘરના કોઈ પણ સભ્યને લાભ મળેલ નથ. તેમજ ખેતીની જમીનો આવેલ છે. તેમા બોર – મોટરનો પણ કોઈ લાભ મળેલ નથી.

જયારે અમારા આખા ગામમા ઘરે ઘરે , આવાસ તથા બોરમોટરના લાભ મળેલ છે. આ અંગે અનેક વખત તલાટી કમ મંત્રી તથા લાગતા વળગતા અધીકારીઓને અરજીઓ કરેલ છે. તેમ છતાં કોઇ લાભ મળેલ નથી કે કોઈ જવાબ પણ મળેલ નથી. વધુમાં જણાવ્યુ હતુ કે જો મને કે મારા પરિવારને લાભ નહી મળે તો આત્મવિલોપન કરવાની ફરજ પડશે તે જાણશો.

અન્ય સમાચારો પણ છે...