તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:રાજ્યકક્ષાના રમકડાં મેળામાં બ્રેઇલ લિપી આધારિત સાપસીડી બનાવનાર સંતરામપુરની બુગઢ પ્રાથમિક શાળાની પસંદગી

સંતરામપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
બુગઢ પ્રાથમિક શાળાએ રાજ્ય કક્ષાના રમકડાં મેળામાં બ્રેઇલ લીપી આધારિત સાપસીડી બનાવી. - Divya Bhaskar
બુગઢ પ્રાથમિક શાળાએ રાજ્ય કક્ષાના રમકડાં મેળામાં બ્રેઇલ લીપી આધારિત સાપસીડી બનાવી.
 • રાજ્ય કક્ષાનો રમકડાં મેળો આગામી તા. 2થી 6 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર છે

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર અને જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર દ્વારા બાળકોને આનંદદાયી અધ્યાપન શિક્ષણ મળે તે હેતુથી ઓન લાઈન વર્ચ્યુઅલ રમકડાં મેળાનું આયોજન કરવામાં આવેલ છે. રાજ્ય કક્ષાનો રમકડાં મેળો આગામી તા. 2થી 6 ફેબ્રુઆરી દરમ્યાન યોજાનાર છે. જેમાં જીલ્લા કક્ષાનાં રમકડાં મેળામાં ભાગ લઇ પ્રથમ નંબરે પસંદગી પામનાર રાજ્ય કક્ષાએ યોજાનાર ઓન લાઈન વર્ચ્યુઅલ રમકડાં મેળામાં ભાગ લેશે.

જીલ્લા કક્ષાના પ્રથમ રમકડાં મેળામાં ડાયેટ સંતરામપુરના લેકચરર કે.એસ.પટેલ અને અન્ય મૂલ્યાંકનકારોની અધ્યક્ષતામાં ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં સંતરામપુર તાલુકાની બુગઢ પ્રા. શાળાના મુખ્ય શિક્ષક રમેશકુમાર બદામીલાલ ચૌહાણ દ્વારા બ્રેઈલ આધારિત જાદુઈ સાપસીડી અને બ્રેઇલ આધારિત જાદુઈ કૃતિ એજ્યુકેશનલ કિટ્સ કેટેગરીમાં રજુ કરી હતી.

સામાન્ય બાળકોની સાપસીડીની રમતને પોતાની આગવી સુઝથી દિવ્યાંગ અને દ્રષ્ટિહીન બાળકો પણ રમી શકે એવા હેતુથી બ્રેઇલ લિપીનો અભ્યાસ કરી બ્રેઇલ આધારિત સાપસીડી બનાવી છે. બ્રેઇલ આધારિત જાદુઈ ચક્રમાં સામાન્ય, દિવ્યાંગ અને ખાસ કરીને દ્રષ્ટિહીન બાળકો પણ 1થી 99 સુધીના ઘડીયાનું જ્ઞાન રમતા રમતા મેળવી શકે , શીખી શકે, એકબીજાને શીખવી શકે અને મૂલ્યાંકન પણ કરી શકે છે.

આ રમકડું ધોરણ 1થી 8ની 45 જેટલી અધ્યયન નિષ્પતિઓ સિદ્ધ કરે છે, આ રમકડાંથી સામાન્ય બાળકોનું દિવ્યાંગ અને દ્રષ્ટિહીન બાળકો પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવાય અને આત્મીયતા સાથે એક સાથે બેસી ને આ રમત રમી શકે છે. બાળ માનસમાં ગણિત અઘરો વિષય લાગે છે પરંતુ આવા અવનવા અને આનંદદાયી રમકડાંથી ગણિતના પ્રારંભિક જ્ઞાનને સરળ અને રસપ્રદ બનાવાનો પ્રયાસ છે .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો