સંતરામપુરના ભ્રૂણ હત્યા મામલો:વીડિયો 2 વર્ષ જૂનો હોવાની શક્યતા; FSLમાં તપાસ માટે મોકલાશે, રિમાન્ડમાં માહિતી બહાર આવશે

સંતરામપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતરામપુરમાં 4 મહિલા દ્વારા યુવતીનો ગર્ભપાત કરવામાં આવતો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. - Divya Bhaskar
સંતરામપુરમાં 4 મહિલા દ્વારા યુવતીનો ગર્ભપાત કરવામાં આવતો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો.

મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં ગેરકાયદે ગર્ભપાતનો વીડિયો વાઇરલની ચાર મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. મહીસાગર જિલ્લાની એલસીબી પોલીસે સંતરામપુરના વાજિયાખુંટ ગામેથી કાળીબેન સંગાડા તથા મુન્નીબેનની ધરપકડ કરી હતી. પોલીસે પકડાયેલી બંને મહિલા આરોપીઓના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતાં 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.

મુખ્ય મહિલા કાળીબેન સંગાડા.
મુખ્ય મહિલા કાળીબેન સંગાડા.

બીજી બાજુ, પોલીસની પૂછપરછમાં ભાડાના મકાનમાં ચાર મહિલા ભોગ બનનાર મહિલા તથા અન્ય બે મહિલાઓ વિશે કાળીબેન અને મુન્નીબેન તરફથી હજુ સુઘી યોગ્ય જવાબ ન મળતાં પોલીસ વાઇરલ વિડિયોને એફએસએલમાં મોકલશે. અન્ય બે મહિલાઓ અને ભોગ બનનારી મહિલાની ઓળખ છતી કરવાની કાર્યવાહી કરવા એફએસએલમાં વાઇરલ વીડિયો મોકલાશે. ત્યારે વીડિયો કેટલા સમય જૂનો એની પણ પોલીસે તપાસ કરી હતી.

વાઇરલ વીડિયોમાં દેખાતી કંપાઉન્ડ વોલ વર્ષ 2019 માં બની હોવાથી વાઇરલ વીડિયો જૂનો હોવાનું લાગી રહ્યું છે. ત્યારે હાલ કાળીબેન અને મુન્નીબેનના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી માહિતી બહાર આવી શકે એમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...