ક્રાઇમ:પાદેડીથી રૂા. 1.65 લાખના દારૂ સાથે 2 વ્યક્તિ ઝડપાઇ

સંતરામપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાદેડી ગામે સંતરામપુર પોલીસે ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો હતો સંતરામપુર પોલીસને બાતમી મળતા રાત પેટ્રોલિંગ કરીને રાજસ્થાન મોના ડુંગર ઝાલોદથી અમદાવાદ દારૂ લઇ જવાતો હતો તે દરમિયાનમાં સંતરામપુર પોલીસને બાતમી મળતા પાદેડી ગામે એક હોન્ડા સીટી ગાડીને રોકીને ચાલક સહિત અન્ય એક વ્યક્તીની પુછ પરછ કરતા ધનરાજ તારાચંદ રહે.અમરાવતી, અમદાવાદ તથા વિજય ઉર્ફે ટીનો અમિત ચૌહાણ રહે. નારોલ, અમદાવાદ જણાવ્યુ હતુ.ગાડીનું ચેકિંગ કરતા ઇંગ્લિશ દારૂની તથા બીયરની પેટીઓ મળી આવી હતી. જેમા દારૂ પેટી નંગ ૩૮ તથા બીયર બોટલ નંગ 876 જેની કુલ કિંમત 1,65,348 તથા ગાડી અને મોબાઈલ મળી કુલ રૂા.6,18,348નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બંને આરોપીની અટકાયત કરી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પોલીસનો બંદોબસ્ત હોવા છતા રાજસ્થાનથી દારૂ લાવવામાં બુટલેગરો સફળ કેમ રહે છે તે ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...