તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધાનો અભાવ:વાંઝીયાખુટ ગામના 25 મકાનોના રહીશો 30 વર્ષથી ચિમનીના સહારે

સંતરામપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દેશ હાલ ડિજિટલ યુગમાં જ્યારે મહિસાગરના ગ્રામ્ય વિસ્તારમાં લાઈટની સુવિધાનો અભાવ
 • ઉચ્ચકક્ષા સુધી લેખિતમાં રજુઆત છતા કોઇ પરિણામ મળ્યું નથી

દેશ હાલ ડિજિટલ યુગમાં ચાલી રહ્યો છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં લાઈટની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે.મહિસાગરના સંતરામપુર તાલુકામાં વાંઝીયાખુટ ગામના ડબુડી ફળિયાના ગ્રામજનો આઝાદી પછી પણ આજ દિન સુધી લાઈટ સુવિધાથી વંચિત રહી અંધારા ઉલેચી રહ્યા છે. લોકો લાઈટ ના હોવાના કારણે ઘણી મુશ્કેલી પડતી હોય છે. જેમા ખાસ કરીને મહીલાઓને સંધ્યાકાળ પહેલા જમાવાનું તૈયાર કરી દેવું પડતું હોય છે.

તેમના બાળકોને વાંચન અને અભ્યાસ માટે એક ફળિયાથી બીજા ફળીયા સુધી ત્રણ કિલોમીટર ચાલીને બીજાના ઘરે લાઈટમાં વાંચવા જવું પડતું હોય છે. અથવા તો સ્ટ્રીટલાઈટ નીચે વાંચન કરતા હોય છે. ફળીયાના રહીશોએ એમજીવીસીએલમાં અને ઉચ્ચકક્ષા સુધી લેખિતમાં રજુઆત કરી હોવા છતા આજદિન સુધી લાઈટ માટે સુવિધા પૂરી ન પાડતા હાલ તંત્ર જાગી લાઈટની સુવિધા પૂરી પાડે તેવી ગ્રામજનોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો