રાજકારણ:પંચમહાલ-મહીસાગરને લોટરી, દાહોદની બાદબાકી, આદિવાસીની સૌથી વધુ વસતી ધરાવતા દાહોદને બાકાત રખાતાં ચર્ચા ઉદ્ભવી

સંતરામપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નિમિષાબેન સુથાર - Divya Bhaskar
નિમિષાબેન સુથાર
  • પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ધારાસભ્યોને મંત્રી પદ અપાયું

મોરવા(હ), વિધાનસભા બેઠકનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ વખત મંત્રીમંડળમાં નિમિષાબેનનો સમાવેશ કરવામાં આવ્યો

​​​​​​​​​​​​​​પ્રથમ વખત 15500 અને બીજી વખત 45000 મતોથી વિધાનસભાની ચુંટણીમાં જીત્યા હતા
મોરવા(હ)ની વિધાનસભા સીટ પર વર્ષ 2013 અને 2021માં જે તે વખતના ધારાસભ્યના મૃત્યુ બાદ યોજાએલી પેટા ચુંટણીમાં ભાજપના નિમિષાબેન સુથાર વિજેતા બન્યા હતા. પ્રથમ ચૂંટણીમાં 15500 અને બીજીમાં 45000થી વઘુ મતોથી તેઓ જીત્યા હતાં. પેટા ચુંટણી વેળા આદિવાસી સીટ હોવાથી નિમિષાબેને ઉમેદવારી નોધાવતાં તેઅોના આદિવાસી જાતિના દાખલાનો મુદ્દો ઉછળી હાઇકોર્ટ પહોચ્યો છે જે કેસ હજુ ચાલુ છે.

નિમીષાબેન આદિવાસી છે જ્યારે લગ્ન જુની વસ્તી(બંક્ષીપંચમાં કર્યા હોવાથી બન્ને તરફનો ફાયદો મળ્યો હતો. તેઓ ડીપ્લોમા ઇલેકટ્રીકલ અેન્જીનીયર છે તથા પોલીટીકલ સાયન્સનો અેફવાય બીઅે સુધી અભ્યાસ કર્યો છે. તેઅોને રાજયકક્ષાના આદિજાતિ વિકાસ, નાગરીક ઉઠ્ઠયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મત્રીનું ખાતું મળ્યું છે. જેને પગલે જિલ્લાના તમામ કાર્યકરોમાં ખુશીની લાગણી વ્યાપી છે.

કુબેર ડિંડોર
કુબેર ડિંડોર

સંતરામપુર, 14 વર્ષ બાદ તાલુકાના પ્રતિનિધિને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું, પ્રાધ્યાપકની ઉચ્ચ-તાંત્રિક શિક્ષણની જવાબદારી

અગાઉ સંતરામપુરના સ્વ. પ્રબોધકાંત પંડયા ગૃહમંત્રી અને શિક્ષણમંત્રી હતા
સંતરામપુરના આદિવાસી બેલ્ટના ડાૅ.કુબેર ડીડોંર 2017ની વિધાસનભામાં 6400 મતોથી જીત્યા હતા. આદિવાસી પરિવારમના પ્રોફેસર કુબેરભાઈ ડીંડોર સંતરામપુર તાલુકાના ભંડારા ગામના વતની છે. કોલેજકાળથી જ તેઓ સમાજસેવી હતા. વ્યવસાયે પ્રોફેસર કુબેરભાઈ ડીડોર સાબરકાંઠાના તલોદની કોલેજમાં ફરજ બજાવે છે. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના આર્થિક સામાજિક અને ધાર્મિક વિકાસ માટે તેઓ ખડેપગે કામગીરી કરે છે.

મધ્ય ગુજરાતને અલગ યુનિ. મળે તે માટે તેઓ પ્રયત્નશીલ હતા. ઉચ્ચ શિક્ષણ મેળવેલ પ્રો. કુબેરભાઈ ડીંડોર શિક્ષક છે અને પી.એચ.ડી. કરી કરી છે. તેમને રાજયકક્ષાના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી બનાવાતા તાલુકામાં ખુશીનો માહોલ છે. સંતરામુપરમાં સ્વ. પ્રબોધકાંત પંડયા રાજયના ગૃહ અને શિક્ષણ વિભાગના મંત્રી હતા.

અન્ય સમાચારો પણ છે...