તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ:સંતરામપુર-કડાણામાં ડાંગર, મકાઇની નિગમે ખરીદી કરી

સંતરામપુર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
સંતરામપુર તથા કડાણામાં નિગમે ટેકાના ભાવે ડાંગર તથા મકાઇની મોટા પ્રમાણમાં ખરીદી કરી - Divya Bhaskar
સંતરામપુર તથા કડાણામાં નિગમે ટેકાના ભાવે ડાંગર તથા મકાઇની મોટા પ્રમાણમાં ખરીદી કરી
 • નિગમે ટેકાના ભાવે 5512 મે.ટન ડાંગર, 74 મે.ટન મકાઇ ખરીદી

ગુજરાત રાજ્ય સરકારના નાગરિક પુરવઠા નિગમ લી. દ્વારા દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ડાંગર, મકાઇ અને બાજરીની સીધી ખરીદી શરૂ કરવામાં અાવે છે. જેના માટે સરકાર દ્વારા ભાવ જાહેર કર્યાં હતા. જેમા ડાંગરનો ટેકાનો ભાવ ક્વિન્ટલે રૂા.1868 રાખ્યો હતો. ડાંગરના વેચાણ માટે મહિસાગર જિલ્લાના સંતરામપુર તથા કડાણા તાલુકામાંથી આસપાસના ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ.

જે અંગે વધુમાં સંતરામપુર ગોડાઉનના મેનેજર કુમારસિંહ ભગોરાઅે જણાવ્યુ હતુ કે તા. 20 નવેમ્બર 2020 થી 31 જાન્યુઆરી 2021 સુધીમાં સંતરામપુર ગોડાઉન ખાતે 4040 મેટ્રીક ટન તથા કડાણા તાલુકામાંથી 1472 મેટ્રીક ટન મળી કુલ 5512 મે.ટન ઉપરાતની ડાંગરની ખરીદી કરાઇ હતી. જેની અંદાજીત કીંમત રૂા.10.28 કરોડ જેટલી થાય છે. તથા રૂા.1850 ક્વિન્ટલના ભાવે 74 મે.ટન મકાઇની ખરીદી કરી હતી. જેની અંદાજીત કિંમત રૂા.10.28 કરોડ જેટલી થાય છે .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો