સંતરામપુર તાલુકામાં મધ્ય ગુજરાત વિજ કંપની દ્વારા ટીમો બનાવી પોલીસ બંદોબસ્ત સાથે તાલુકાના બટકવાડા, ઉંબેર, ગરાડીયા, પાદેડી, અડોર, માંચોડ, વેણા, કોટડા, ફળવા પગીના મુવાડા, નસીકપુર, કુરેટા કણજરા સહિતના ગામોમાં વિજ ચેકિંગ ડ્રાઈવ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લાઈનમાં લંગરીયા નાખીને વીજ ચોરી કરતા હતા. જેમા 93 ગ્રાહકો સામે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ફરિયાદ કરીને તેમના પર ગુનો દાખલ કરી અંદાજિત રૂા.10 લાખની વીજચોરી ઝડપાઈ હતી.
વીજચોરીમાં કણજરા પટેલિયા જયસિંગભાઈ હીરાભાઈ, નસીકપુર બારીયા જવા ભાઈ કાળુભાઈ બારીયા દલપતભાઈ બારીયા રમીલાબેન રમણભાઈ બારીયા ચંચી બેન કાંતિભાઈ બારીયા ખુમાભાઇ અર્જુનભાઈ વગેરે પર વીજ ચોરીનો ગુનો દાખલ કરાયો હતો. સંતરામપુર વિભાગ 1 અને 2 દ્વારા MGVCLએ સપાટો બોલાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.