તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોમાં રોષ:સંતરામપુરમાં પ્રણામી મંદિર વિસ્તારમાં સફાઈનો અભાવ ગંદા પાણી વહ્યાં

સંતરામપુર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નગરપાલિકા પ્રમુખના વિસ્તારમાં જ ગંદકી
 • વારંવાર રજૂઆત કરવા છતાંય સત્તાધિશોના પેટનું પાણી પણ નહીં હાલતાં લોકોમાં રોષ

સંતરામપુરમાં આવેલ વોર્ડ નંબર ચાર જે નગરપાલિકાના પ્રમુખનો વિસ્તાર ગણાય છે આ વિસ્તારમાં સફાઇના અભાવે રસ્તા પર ગંદા પાણી રેલાતા સ્થાનિક રહીશોએ નગરપાલિકામાં સફાઈ માટે વારંવાર રજૂઆત કરવા છતાંય સત્તધિશોના પેટનું પાણી પણ હાલતું નથી. જેના કારણે પ્રણામી ફળિયા વિસ્તારમાં રોડ ઉપર જ છેલ્લા ઘણા સમયથી ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે. આ રોડ ઉપર અવર જવર અને પસાર થવા માટેનો માત્ર એક જ રસ્તો છે.

ગટર ચોકઅપ થઈ જવાના કારણે રોડ ઉપર ગંદુ પાણી ફરી વળ્યું છે. જ્યારે દિનપ્રતિદિન સંતરામપુર નગરમાં કોરોનાના કેસનું પ્રમાણ વધી રહ્યું છે જ્યારે નગરપાલિકા દ્વારા નગરમાં સફાઇ કરવામાં આવતી નથી. જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. તંત્ર દ્વારા વિસ્તારમાં સફાઇ કરાવવામાં આવે તેવી લોકોની ઉગ્ર માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો