સંતરામપુર તાલુકાના ટીંબરવા ગામે જંગલની જમીનમાં વનવિભાગ કે તંત્રને મંજૂરી વગર બારોબાર રાત્રિના સમયે જંગલની જમીનમાં રસ્તો કાઢવા જેસીબી દ્વારા ખોદકામ કરાઇ રહ્યુ હતુ. ત્યારે ફોરેસ્ટ વિભાગના કર્ચારીઅો પટ્રોલીંગમાં હોઇ તેઓની નજર પડતા સ્થળ પર પહોચી વધુ પુછપરછ કરતા તેઅોઅે કોઇ પણ જાતની મંજુરી નહી લીધી હોવાનું જાણવા મળ્યુ હતુ.
વધુમાં ખોદકામ દરમિયાન જંગલમાં ઉછરેલા વૃક્ષોને પણ ઉખાડી નાખ્યા હતા. જેમા 9 સાગી વૃક્ષો અને એક લીમડાનો સમાવેસ થાય છે. અા વૃક્ષો ઉખાડી નંખાતા અાશરે રૂા. 9 હજારનું નુકસાન કર્યું હતું. જેને લઇને જેસીબી ને ફોરેસ્ટ વિભાગે કબજામાં લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.