તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:મોટા ઓરામાં આરોગ્ય શિક્ષણ-સંવાદ કાર્યક્રમમાં રસીકરણ અને યોજનાઓની માહિતી અપાઇ

સંતરામપુર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરાનાની ગાઇડલાઇનને અનુસરીને ગ્રામજનો સાથે આરોગ્ય શિક્ષણ-સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. એન. એસ. ગોસાઇ, પ્રાથમિક આરોગ્‍ય કેન્દ્ર રામભેમના મુવાડાના મેડીકલ આોફિસર ડૉ. ઋત્‍વિક પટેલની ઉપસ્થિતિમાં આઇસીડીએસ આંગણવાડી કાર્યકરો તથા ગ્રામજનો સાથે સંવાદ કરી આરોગ્‍ય વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે, ગર્ભવતી માતાઓ માટેની જનની સુરક્ષા યોજના, કસ્‍તુરબા પોષણ સહાય યોજના, સંસ્‍થાકીય સુવાવડના લાભ, માતા મરણ અને બાળ મરણ તથા રોગો સામે રક્ષણ આપતી વિવિધ રસીકરણની સચોટ જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...