તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:સંતરામપુરમાં રોકડા 1 કરોડ મળતાં આયકરના ધામા

સંતરામપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હવાલા જોડે કનેકશનની દિશામાં તપાસ

સંતરામપુર વાંકાનાળા પાસેથી કારમાં અનઅધિકૃત રોકડા અેક કરોડ રોકડ મળ્યા હતા. લુણાવાડા પોલીસે કાર ચાલક ભાઇલાલ પટેલ અને પ્રકાશભાઇ રાવળને પકડીને ગુનો દાખલ કર્યો હતો. પોલીસે બંનેની પુછપરછ કરતાં અા અનઅધીકૃત રોકડા 1 કરોડ લુણાવાડાના અનીસ રાણાના હતા. બાંસવાડાથી લુણાવાડા લઇને જતા હોવાનું જણાવેલ હતું. પોલીસે અધધ રોકડા 1 કરોડ મળતા અાયકર વિભાગને જાણ કરી હતી. વડોદરાથી અાયકરની ટીમ અાવીને 24 કલાકથી સંતરામપુર પોલીસ મથકે ધામા નાખ્યા હતા. પકડાયેલા અનિસ રાણાની પુછપરછ ચાલુ કરી હતી.

અાઇટી વિભાગે સંબધીઅોને ત્યાં તપાસ હાથ ધરી હતી અાઇટી વિભાગે ટીમો બનાવીને અનીસ રાણાની મિલ્કતો તથા અન્ય સ્થળે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. અેક કરોડ જેના હતા તે અનીસ માસમાં અેક વાર વિદેશ યાત્રા કરતો હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. ત્યારે અેક કરોડ હવાલા કે અન્ય ઉપયોગનો હેતુ હોય કે નહિ તે દિશામાં તપાસ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો