તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:સંતરામપુરમાં કોરોનાનું સંક્રમણ વધતાં બે વિસ્તારો કન્ટેન્મેન્ટ જાહેર

સંતરામપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંક્રમણ વધતાં ખાનગી હોસ્પિટલોમાં દર્દઓની ભીડ જોવા મળી
  • પ્રજાની બેદરકારીને કારણે તંત્રને કડક નિયમ બનાવવાની જરૂર પડી

સંતરામપુર નગરમાં ઘણા સમયથી કોરોના સંક્રમીતોની સંખ્યા વધતા મોટી સંખ્યામા કેસો પોઝિટિવ આવતા હોય છે. હાલમાં સંતરામપુરના ખાનગી હોસ્પિટલોમાં દર્દઓની ભીડ જોવા મળી રહી છે અને દરેક વિસ્તારોમાં સંક્રમણ વધી રહ્યું છે. જેના પગલે સંતરામપુર નગરપાલિકા ચીફ ઓફિસરે સંતરામપુર નગરના બે વિસ્તારોને સીલ કરવામાં આવ્યા છે જેમાં મચ્છી બજાર ગલી અને બ્રાહ્મણ વાડા બંને વિસ્તારોમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધારે હોવાથી આ બે વિસ્તારને કન્ટેન્મેન્ટ જાહેર કરવામાં આવેલો છે.

નાગરિકોને બેદરકારીને કારણે તંત્રને કડક નિયમ બનાવવાની જરૂર પડી અને ફરીથી કેટલાક વિસ્તારો સીલ કરવા પડ્યા અને કન્ટેન્મેન્ટ જાહેર કરવા પડ્યા છે તેમ છતાં હજુ પણ નાગરિકો પોતાની જવાબદારી સમજવા તૈયાર નથી અને બેદરકારી સાથે જોડાયેલા જોવા મળી રહ્યા છે.

હવે સંતરામપુર નગરને નાગરિકો અને વેપારીઓ પોતે જ નક્કી કરે કે સંક્રમણ અટકાવવું જોઇએ અને નિયમોનું પાલન કરવું જોઈએ. સાતેક દિવસ સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવું જોઈએ. પરંતુ સરકારના ચોપડે આ આંકડો ના દેખાતા નાગરિકો ગંભીરતાથી લેતા નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો