તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:સંતરામપુરમાં બિયારણ કિટના ફોર્મ લેવા ખેડૂતો 7 કલાક તાપમાં શેકાયા

સંતરામપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમટેલી ભીડ કોરોનાને આમંત્રણ આપી શકે છે
  • 3000 ફોર્મનું વિતરણ, 1650 લાભાર્થીને લાભ મળશે

સંતરામપુર તાલુકા પંચાયત કચેરીમાં મહિસાગર જિલ્લા પ્રાયોજના અધિકારીની કચેરીમાંથી વન બંધુ કલ્યાણ યોજના હેઠળ બિયારણ ખાતર રાહત દરે આપવા માટે જાહેરાત કરવામાં આવી હતી અને તેનું ફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું. પરંતુ જિલ્લા પ્રાયોજના અધિકારી દ્વાર ફોર્મ વિતરણમાં અવ્યવસ્થાના કારણે છેલ્લા બે દિવસથી અલગ અલગ ગામોમાંથી લાભાર્થીઓ પાછા ફરતા હોય છે અને સોમવારે સવારના 7 કલાકથી બપોર સુધી ફોર્મનું વિતરણ ન થતા ગરમીમાં લોકો ફોર્મ લેવા માટે તડકામાં બેસી રહ્યા હતા.

એક બાજુ સરકાર લાભાર્થીઓને લાભ પૂરતો મળે તે માટે યોજના બહાર પાડતી હોય છે જ્યારે બીજી બાજુ જિલ્લામાંથી અધિકારી આ વ્યવસ્થાના કારણે બેદરકારીના કારણે ગામડા લાભાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી પડતી હોય છે. પરંતુ સરકારની યોજના મુજબ સંતરામપુર તાલુકામાં 1650 લાભાર્થીને જ આ યોજનાનો લાભ આપવાનો છે તેની સામે 3000 ઉપરાંત ફોર્મ વિતરણ થઇ ચૂક્યું છે. પૂરતી માહિતીના અભાવને કારણે સંતરામપુર તાલુકાના બીપીએલ કરતા અન્ય વ્યક્તિઓએ લેવા માટે ઉમટી પડ્યા હતા.

જિલ્લામાંથી બપોર સુધી ફોર્મ આવી ના રહેતા સંતરામપુર તાલુકા પંચાયતના પ્રમુખ રૂબરૂ જિલ્લા પ્રાયોજના અધિકારીની કચેરીમાંથી ફોર્મ દરેક લાભાર્થીને વિતરણ કરવામાં આવ્યું હતું. પરંતુ આવા ટોળા અને ભીડ જોઈને ફરી સંક્રમણ વધે અને કોરોનાનું આમંત્રણ આપી રહ્યું છે. કોઈપણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ પાલન કરવામાં આવેલું ન હતું.

અન્ય સમાચારો પણ છે...