ચોરી:બેણદા પાદેડી ગામે અસામાજિક તત્વો શનિદેવની મૂર્તિ ઉપાડી ગયા

સંતરામપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે તાત્કાલિક શોધખોળ અાદરતા કૂવામાંથી મળી અાવી

સંતરામપુરના બેણદા પાદેડી ગામે વર્ષ 2018માં શનિદેવ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. અને છેલ્લા ત્રણ વર્ષથી શનિદેવની દર્શન કરવા માટે ભાવિ ભક્તોની ભીડ જામતી હતી. મંદીરના મહારાજ પ્રભુદાસજી સવારે ઉઠીને પૂજા અર્ચના માટે મંદિરમાં ગયા હતા. તે સમયે મંદિરમાંથી મૂર્તિ ગાયબ થઈ ગઈ હતી. મૂર્તિ ગાયબ થઈ જતા પુજારીઅે મંદિરના ટ્રસ્ટી અને ગ્રામજનોને આ ઘટનાની જાણ કરી હતી. મંદિરના પુજારી દ્વારા સંતરામપુર પોલીસ સ્ટેશનમાં શનિદેવની મૂર્તિ ચોરી થયા અંગેની જાણ કરવામાં આવેલી હતી.

સંતરામપુર પોલીસ તાત્કાલિક મૂર્તિની શોધખોળ માટે આજુબાજુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાનમાં મંદિરથી 50 મીટર દુર એક કુવામાં આ મૂર્તિ અસામાજિક તત્વો દ્વારા નાખી દેવામાં આવેલી હતી. પોલીસ તંત્ર દ્વારા કૂવામાંથી આ મૂર્તિને બહાર કાઢવામાં આવેલી હતી. પરંતુ મૂર્તિ ખંડિત થઈ જવાના કારણે તેને ફરી મંદિરમાં મૂકી શકાતી નથી અને દર્શન કરી શકાય નહીં તે માટે પુજારી તાત્કાલિક ભક્તોને દર્શન કરવા માટે શનિદેવનો ફોટો મૂક્યો હતો.

અસમાજિક તત્વો દ્વારા ધાર્મિક સ્થળોની નુકસાન પહોંચાડતાં પોલીસે અસામાજિક તત્વોનો શોધખોળનો પ્રયાસ ચાલુ કરેલા છે. વધુમાં મંદિર સહિત અાજુબાજુના વિસ્તારમાં અંધારૂ હોવાથી અસામાજીક તત્વોનો મોકળો માર્ગ મળતાો હોય છે. જેને લઇને સ્ટ્રીટ લાઇટ મુકવા ગ્રામજનોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...