તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:આંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં રાજકીય પક્ષોના બોર્ડ ઉતારવામાં તંત્ર બેદરકાર રહ્યું

સંતરામપુર19 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર થતાં જ સરકારી તંત્ર દ્વારા આચાર સહિતા લાગુ કરાઇ હતી. અને તમામ અધિકારીઓને રાજકીય પક્ષોના નેતાઓના ફોટા સાથેના બોર્ડ હટાવવાની સૂચના અપાઇ હતી. પરંતુ સંતરામપુર તાલુકાના આંબા ગ્રામ પંચાયતની નજીકમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાનના મોટા બોર્ડ જોવા મળતાં સરકારી તંત્ર સાથે સ્થાનિક અધિકારી અને તલાટીની બેદરકારી જોવા મળી હતી. તલાટી કમ મંત્રીની ફરજમાં આવે છે. તેમ છતાંય ચૂંટણી આચારસંહિતાની કામગીરી કરાઇ ન હોવાનું અને ચૂંટણીપંચના કાયદા અને નિયમોનો ભંગ કરી રહ્યાનું હોવાનું દેખાઇ રહ્યું છે.

તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બેદરકાર અધિકારી સામે શિક્ષાત્મક પગલાં લેવાય અને ચૂંટણી પંચના નિયમોનું પાલન કરાય તે જરૂરી છે. બોર્ડ વિશે પૂછતાં સંતરામપુર તાલુકાના મામલતદારે જણાવ્યુ કે આંબા ગામે રાજકીય પક્ષનું બેનર ઉતારવા માટે નું તલાટીના સૂચના આપી હતી તેમ છતાંય અત્યારે ફરી સૂચના આપીને આ બેનરને હટાવી દઈશું તેમ જણાવીને વહીવટી તંત્રની આળસને છુપાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો