તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:ઓરા ગામે પતિ-પત્નીએ પ્રેમીની હત્યા કર્યાના 12 દિવસે પતિનો ગળાફાંસો

સંતરામપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પતિ-પત્નીઅે પ્રેમીની હત્યા કરીને લાશને જમીનમાં દાટી દીધી હતી જેને બહાર કાઢતા ટોળા ઉમટ્યા તથા મૃતકની ફાઇલ તસવીર - Divya Bhaskar
પતિ-પત્નીઅે પ્રેમીની હત્યા કરીને લાશને જમીનમાં દાટી દીધી હતી જેને બહાર કાઢતા ટોળા ઉમટ્યા તથા મૃતકની ફાઇલ તસવીર
  • ભાંડો ફુટવાના ડરે પતિઅે ગળાફાસો ખાધો

સંતરામપુરના અોરા ગામે અાડા સંબધે પતિ-પત્નીઅે પ્રેમીની હત્યા કરી લાશને જમીનમાં દાટી દીધી હતી. પ્રેમીની હત્યાના 12 દિવસ બાદ પતિઅે ઘરે ગળે ફાસો ખાઇ લેતા તપાસ કરવા અાવેલી પોલીસે મૃતકની પત્નીની કડકાઇથી પુછપરછ કરતાં મૃતકની પત્નીના પ્રેમીને ઘરે બોલાવી બંને જણા ભેગા મળીને હત્યા કરી હોવાનું બહાર અાવતા સમ્રગ અોરા ગામમાં ચકચાર મચી જવા પામ્યો હતો. પોલીસે મૃતક અને તેની પત્ની વિરુદ્ધ હત્યાનો ગુનો નોધીને કાર્યવાહી કરી હતી.

સંતરામપુર તાલુકાના રામભેણના મુવાડા ખાતે રહેતો રણજીતભાઇ કેરાભાઇ બારીયાને અોરા ગામે રહેતી રાજુબેન બાબુભાઇ બારીયા સાથે પ્રેમ સંબધ હતો. જેની જાણ રાજુબેનના પતિ બાબુભાઇને થતાં તેમના રણજીતના પિતાને ધમકી અાપીને ગામમાં નહિ અાવવાની ચીમકી અાપી હતા. પ્રેમી રણજીતને પતાવી દેવાનું કાવતરૂ બાબુભાઇઅે રચીને 19 જુન 2021ના રોજ રણજીતસિંહ બારીયાને પતિ બાબુભાઇના કહેવાથી પત્ની રાજુબેને ફોન કરીને ધરે બોલાવ્યો હતો.

રણજીત અોરા ગામે રાજુબેનના ધરે અાવતાં બાબુભાઇ તેના માંથા પર લોખંડની કોસ મારીને ઇજાઅો કરીને રણજીતને લાઇટના વાયરથી વિજકંરટ અાપીને હત્યા કરી નાખી હતી. રણજીતની લાશને છાપરાવાળ મકાન પાસે અાવેલા સંડાસ-બાથરૂમના ડટની અંદર નાખીને દાટી પુરાવાનો નાશ કર્યો હતો. અા બાજુ રણજીતભાઇ ધરે ન અાવતાં તેની માતાઅે સંતરામુપર પોલીસ મથકે રણજીત ગુમ થયાની ફરીયાદ નોધાવી હતી. બનાવના બાર દિવસ બાદ રાજુબેનના પતિ બાબુભાઇને પોતે કરેલી હત્યાનો ભાંડો ફુટી જશે તેના ડરથી 1 જુલાઇ 2021ના રોજ ધરે ગળેફાસો ખાઇને મૃત્યુ પામ્યો હતો. તેની સંતરામપુર પોલીસ મથકમાં અ.મોતની ફરીયાદ નોધાઇ હતી. પોલીસે ગળેફાસાની તપાસ કરવા મૃતક બાબુભાઇના ધરે અાવતાં પોલીસને શંકા જતાં તેમને મૃતક બાબુભાઇની પત્ની રાજુબેનની સંતરામપુર પોલીસ મથકના પીએસઆઇ બીએસ રાઠોડે વધુ પુછપરછ કરતાં તે ભાંગી પડીને રણજીતની હત્યા કરી હોવાની સમ્રગ ઘટના પોલીસને બતાવી હતી. હત્યાના ડરથી પતિઅે અાત્મહત્યા કરી હોવાની પણ કબુલાત કરી હતી.

રણજીતની હત્યાની વાત વાયુવેગ ફેલાતા ગામજનો ઉમટી પડયા હતા. પોલીસે જેસીબી મશીનથી બાથરૂમ પાસેનો ખાડો ખોદીને રણજીતની લાશને બહાર કાઢી હતી. પતિ-પત્નીઅે પ્રેમીની હત્યા કરીને લાશને દાટી દીધા બાદ પતિને ભાંડો ફુટી જશે, ઇજ્જત જશે તેવા ડરથી અાત્મહત્યા કરી દીધી હોવાનો કિસ્સોનો બનતા પત્ની રાજુબેનની ધરપકડ કરીને પોલીસે અંત લાવ્યો હતો. સંતરામપુર પોલીસ મથકે મૃતક બાબુભાઇ અને તેમની પત્ની રાજુબેન વિરુદ્ધ હત્યાનો ગુનો નોધીને પોલીસે વઘુ તપાસ હાથ ધરી હતી. અામ એક આડા સંબંધના કારણે ત્રણ લોકોની જિંદગી બરબાદ થઈ ગઇ.

અન્ય સમાચારો પણ છે...