ક્રાઇમ:છોકરી સંતાડવા મુદ્દે વાડોદરના લોકો દ્વારા મોટી ચારેલથી પતિ-પત્નીનું અપહરણ

સંતરામપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 3 ગાડીમાં 15થી વધુએ અાવી સર સામાનની તોડફોડ કરી

મોટી ચારેલ ગામે પંચમહાલના વાડોદરથી અાવેલા લોકોઅે છોકરી સંતાડી હોવાનો અાક્ષેપ કરી પતિ-પત્નીનું અપહરણ કરી લઇ ગયા હોવાની ફરીયાદ સંતરામપુર પોલીસ મથકે નોંધાઇ હતી. મોટી ચારેલ ગામે પર્વતભાઇ માલાભાઇ ખાંટ તેમની પત્નિ રૂખીબેન તથા પરિવાર સાથે રહે છે. સંતાનમાં બે દિકરા અને બે દિકરીઓ છે. જેમા પુત્ર કમલેશનું લગ્ન જ્ઞાતિના રીતોરીવાજ મુજબ પંચમહાલના મોરવા(હ)ના વાડોદર ગામે રહેતા સામતસિંહે દલેસિંહ રાઠોડની પુત્રી સાથે થયેલા છે. જેને લઇને વારંવાર વાડોદર વેવાઇને ત્યા અાવવા જવાનુ થતુ હોવાથી કુટુંબના તથા ગામના અમુક માણસો સાથે ઓળખાણ થતી હોય છે.

ત્રણ માસ અગાઉ પુત્રના સાળાઅે જણાવ્યુ હતુ કે ગામના સ્વરૂપભાઈ ભેમાભાઇ પટેલની પુત્રી સંગીતા કયાક જતી રહી છે. અને લોકો તેની શોધખોળ કરી રહ્યા હોવાનું જણાવ્યુ હતુ. તા.23 જુનના રોજ પર્વતભાઇ તેમની પત્નિ રૂખીબેન નાના બાળકો સાથે ધરે હાજર હતા ત્યારે બપોરના સમયે મારા પુત્રની સાસરી વાડોદરના મૂવાડા ફળીયાના રહેતા દિગ્વીજયસિંહ તથા મહિલાઅો સહિત 17 લોકો ત્રણ ગાડીમાંથી ઉતરીને માં બેન સમાણી ગાળો બોલી કહેવા લાગેલો કે સ્વરૂપભાઈની પુત્રીને કેમ સંતાડી છે.

તેમ કહી કેટલાક લોકો ધરમાં શોધ ખોળ સાથે સર સામાનની તોડફોડ કરવા લાગ્યા ત્યારે પર્વતભાઇઅે કહ્યુ કે અમને ખબર નથી તેવુ કહેતા તમે જુઠુ બોલો છો કહી મને અને મારી પત્નીને બળજબરીથી ઉઠાવી અલગ અલગ ગાડીમાં બેસાડી દીધા પતિ - પત્નીનું અપહરણ કરતા સંતરામપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...