SOGની કાર્યવાહી:સંતરામપુરના ડોળીમાંથી 3.29 લાખની બનાવટી ચલણી નોટો સાથે ત્રિપુટી ઝડપાઈ

સંતરામપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સંતરામપુર પાસેથી બનાવટી નોટો સાથે 3 ઝડપાયા હતા. - Divya Bhaskar
સંતરામપુર પાસેથી બનાવટી નોટો સાથે 3 ઝડપાયા હતા.
  • રૂા. 200ના દરની 1456 નંગ અને રૂા. 500ના દરની 77 નંગ બનાવટી નોટો કબજે

સંતરામપુરના કોળી ગામેથી મોડી રાતે રૂા.3.29 લાખની બનાવટી ચલણી નોટો સાથે 3 શખ્સો ઝડપાયા હતા. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સંતરામપુર તાલુકાના ડોળી ગામની સીમમાં ગરનાળા પાસે ત્રણ માણસો ચલણી ડુપ્લિકેટ નોટોની આપ - લે કરવા માટે ભેગા થનાર છે તેવી બાતમી મહીસાગર એસઓજી પોલીસને મળી હતી.

બાતમીના આધારે પો.સ.ઇ કે.સી પારગી તથા એસ.ઓ.જી સ્ટાફે વોચ ગોઠવીને બે બાઇક લઈને આવતાં અજયભાઇ પ્રતાપભfઇ ડામોર, મહેશભાઇ રણછોડભાઇ માલ રહે.ભાણપુર નિશાળ ફળીયુ તા.સિંગવડ જિ.દાહોદ તથા શનાભાઇ મલાભાઇ ચંદાણા રહે.વડા પીપળા તા.સિંગવડ જિ.દાહોદને પકડી પાડ્યા હતા. તેઓની તપાસ કરતાં તેઓના કબજામાંથી ભારતીય ચલણીની રૂ।.500 ના દરની ડુપ્લિકેટ નોટો નંગ -77 કિ.રૂા. 38,500 તથા રૂા.200 ના દરની ડુપ્લિકેટ નોટો નંગ -1456 કિ.રૂ 2,91,200 મળીને કુલ રૂા.3,29,700ની બનાવટી નોટો પકડી પડી હતી.

પકડાયેલા ત્રણે જણાં ચલણી નોટો બનાવટી હોવાનુ પોતે જાણતા હોવા છતાં તેનો ખરી નોટો તરીકે ઉપયોગ કરવાના હેતુથી નોટો રાખતાં પોલીસે 3 ની અટકાયત કરી હતી. પોલીસે 3 નંગ મોબાઇલ તથા બે બાઇક મળીને કિ.રૂા .90,500 નો મુદ્દામાલ તથા ડુપ્લિકેટ નોટો કુલ રૂા 3,29,700ની મળી કુલ રૂા 4,20,200 નો મુદ્દામાલ કબજે કરાયો હતો. સંતરામપુર પોલીસ મથકમાં 3 શખ્સો વિરુદ્ધ.પી.કો.કલમ 489 ( ક ) ( ખ ) ( ગ ), 114 મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...