કાર્યવાહી:સંતરામપુરમાં ફાયર NOC વગરની વધુ 1 શાળાને સીલ

સંતરામપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઅોને અન્ય શાળામાં અભ્યાસ કરાવ્યો
  • અગાઉ પણ હોસ્પિટલ​​​​​​​ અને શાળા સીલ કરી હતી

સંતરામપુર નગરપાલિકા દ્વારા કોર્ટના હુકમ મુજબ ફાયર અેનઅોસી વગરની કન્યા શાળા, સ્ટેટ હોસ્પિટલ કાર્યાલય અને તાલુકા પ્રાથમિક શાળાને સીલ કરવામાં આવેલી હતી. કન્યા શાળાને સીલ કરવાથી કન્યાઓનું શિક્ષણ ના બગડે તે માટે આચાર્ય અને શિક્ષકોઅે ડુંગર ફળિયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટેની વ્યવસ્થા કરી હતી. ફાયર સેફ્ટીની એનઓસી જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી બાળકોને બીજી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.

સંતરામુપર પાલીકા દ્વારા વઘુ અેક શાળામા ફાયર સીસ્ટમ ન હોવાથી તેને સીલ કરી હતી. નગરની તાલુકા પ્રાથમિક શાળાને અેનઅોસી ન હોવાથી સીલ કરવામાં આવેલી હતી. કોર્ટના હુકમ મુજબ નગરપાલિકા દ્વારા બે પ્રાથમિક શાળા અને સ્ટેટ હોસ્પિટલની સીલ કરીને કડક કાર્યવાહી કરી છે. ત્યારે નગરમાં હજુ પણ કેટલીક હોસ્પિટલ અન્ય સંસ્થાઓની ફાયર અેનઅોસીની કામગીરી ચાલી રહેલી છે. કન્યા પ્રાથમિક શાળામાં 147 વિદ્યાર્થીઓને કન્યા પ્રાથમિક શાળાના આચાર્યઅે ડુંગર ફળિયા પ્રાથમિક શાળામાં વાહન વ્યવસ્થા કરીને અભ્યાસ કરાવી રહ્યા છે.

જ્યારે સંતરામપુર તાલુકાની પ્રાથમિક શાળાના 6થી 8ના વિદ્યાર્થીઓ સંત શિક્ષણ ભવન પ્રાથમિક શાળામાં વ્યવસ્થા કરાઇ હતી. હજુ વઘુ સરકારી 6થી 8 શાળાઅોમાં ફાયર સીસ્ટમ ન હોવાનુ જાણવા મળી રહ્યું છે. તેવી શાળાઅોને પણ અાવનારા સમયમાં પાલિકા સીંલ કરે તેવી શકયતાઅો છે. ત્યારે અાવી શાળાના વિદ્યાર્થીઅોના ભાવિ પર અસર પડશે. જયારે પાલીકા કોર્ટના હુકમનુ પાલન કરી રહ્યા હોવાનુ જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...