તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતો આત્મનિર્ભર:પાદેડી અડોરમાં હાઇટેક નર્સરી તૈયાર કરી આવકમાં વધારા સાથે આત્મનિર્ભરતા તરફ આગળ વધતો ખેડૂત

સંતરામપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પાદેડી અડોરમાં ખેડુતે હાઇટેક નર્સરી તૈયાર કરી શાકભાજીના રોપાનું વેચાણ કરે છે. - Divya Bhaskar
પાદેડી અડોરમાં ખેડુતે હાઇટેક નર્સરી તૈયાર કરી શાકભાજીના રોપાનું વેચાણ કરે છે.
 • અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે, રોપા મહીસાગર સહિત રાજસ્થાનના ખેડૂતો પણ લઇ જાય છે

ખેતીવાડીમાં નવીન ખેતી પદ્ધતિઓ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતાની આગવી કોઠાસૂઝથી આજે કેટલાંય ખેડૂતો આત્મનિર્ભરતા તરફ આગળ વધી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. આવી જ કંઇક વાત મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઊંડાણ અને અંતરિયાળ વિસ્તારમાં આવેલા પાદેડી અડોર ગામના પ્રગતિશીલ ખેડૂત લક્ષ્મણભાઇ ડામોરની છે.

ખેડૂત લક્ષ્મણભાઇ એફ.ઇ.એસ સંસ્થા અને ટાટા ટ્રસ્ટની સીની સંસ્થાના સહયોગ તેમજ માહિતી અને માર્ગદર્શનથી ખેતીની જમીનમાં હાઇટેક નર્સરી તૈયાર કરીને શાકભાજીના રોપના વેચાણ દ્વારા પોતાની આવકમાં વધારો કરી રહ્યા છે. તેમની નર્સરીમાં તેઓઓ રીંગણ, મરચા, ટામેટા, ફુલાવર, કોબીજ જેવા શાકભાજીના રોપા તૈયાર કર્યા છે. આ રોપ તૈયાર કરવા માટે સારી જાતના બિયારણ, હાઇટેક નર્સરી માટેનું જરૂરી વાતાવરણ અને પદ્ધતિસરની માવજત જરૂરી હોવાનું કહ્યું હતું.

અને હાઇટેક નર્સરી બનાવવા માટેનુ તમામ માર્યદર્શન આણંદ એગ્રીકલ્ચર યુનિર્વસિટી, ખેતીવાડી શાખા અને એફ.ઇ.એસ. સંસ્થા દ્વારા યોજાતી તાલીમો અને પ્રેરણા પ્રવાસો દ્વારા હાંસલ કરી હોવાનું જણાવ્યું હતું. માત્ર મહીસાગર જિલ્લામાં જ નહી પણ દાહોદ, પંચમહાલ, અરવલ્લી, ભૂજ અને રાજસ્થાનમાં રોપા પુરા પાડે છે. આ ઉપરાંત તેઓ રોજીંદી શાકભાજીનું વેચાણ કરીને આવક પણ મેળવી રહ્યા છે. એફઇએસની કામગીરી ભારતના 10 રાજ્યોના 78 જિલ્લામાં કાર્યરત છે. સંસ્થાનો મુખ્ય હેતુ જે તે વિસ્તારના પાણી, જમીન, જંગલ અને સામૂહિક જમીનનું સંરક્ષણ અને સંવર્ધન કરીને ટકાઉ આજીવિકા નિર્માણ કરવાનો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો