ફરીયાદ:મોટી સરસણ ગામે વીજકર્મીની ટ્રોલી પર ચઢી જોખમી કામગીરી

સંતરામપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોટી સરસણના પંચાલ ફળીયામાં ઇલેકટ્રીક વાયર તુટ્યો હતો. જેને રહીશોઅ એમજીવીસીએલમાં વિજ ફરીયાદ નોધાવી હતી. ફરીયાદ મળતાં રીપેરીંગ કરવા વિજ કંપનીના વિજ હેલ્પરો આવ્યા પણ વિજ વાયરનું રીપેરીંગ કરવા ઉપર ચઢવા હેલ્પરો પાસે કોઇ સાધનો ના હતા. વિજ વાયરનું રીપેરીંગ કરવા હાઇડ્રોલીક ટ્રેકટરની લાવીને તેની ટ્રોલી ઉચી કરીને તેની ઉપર ચઢીને જીવના જોખમે વિજ કર્મીએ ઇલેકટ્રીક વાયરની કામગીરી પુર્ણ કરી હતી. પરંતુ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કામ કરતા હેલ્પરોને કંપનીમાંથી કોઈપણ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવતી નથી ના છૂટકે જોખમી કામગીરીની નોબત આવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...