તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:સંતરામપુરની 8 જિલ્લા પંચાયત બેઠક સામાન્ય, બક્ષીપંચ હોવાથી પસંદગી માટે મૂંઝવણ

સંતરામપુર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તાલુકો 100% આ દિવાસી પરંતુ એક પણ સીટ ST માટે નહીં

મહિસાગર જિલ્લાની જિલ્લા પંચાયતની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડતા જ સંતરામપુર તાલુકાની આઠ જીલ્લા પંચાયત સામાન્ય અને બક્ષીપંચ હોવાના કારણે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો ઉમેદવાર પસંદ કરવા માટે મૂંઝવણમાં મુકાયા સંતરામપુર તાલુકો 100% અાદિવાસી હોવા છતાં ગુજરાત રાજ્ય ચૂંટણીપંચ દ્વારા સંતરામપુર તાલુકાની એક પણ સીટ એસટી માટે ફાળવણી કરવામાં આવેલ નથી.

સંતરામપુર તાલુકો સૌથી મોટો આદિવાસી વિસ્તાર હોવા છતાંય આ વિસ્તારમાં આઠ જિલ્લા પંચાયતમાં ખેડાપા, બટકવાડા, બાબરોલ, ગોઠીબડા, ગાડીયા વગેરે તમામ જિલ્લા સીટ ઉપર સો ટકા આદિવાસી વસ્તી હોવા છતાંય આદિવાસી પોતાના મત વિસ્તારમાંથી આદિવાસી સીટ ઉપર ઉમેદવારી કરી શકતો નથી.

કારણ કે ચૂંટણીપંચ દ્વારા સામાન્ય અને બક્ષીપંચની ઓપન રિઝર્વ સીટ હોવાના મુખ્ય કારણે આજે બંને પક્ષોને ઉમેદવાર પસંદ કરવા માટે મૂંઝવણ ઊભી થઈ છે. હવે સંતરામપુર તાલુકાની જિલ્લા પંચાયત અને તાલુકાની આઠ સીટ ઉપર કોણ ઉમેદવારી નોંધાવશે અને કોણ દાવેદારી કરશે

તે હજુ કોઈ પણ જગ્યાએ નક્કી થતું જ નથી સૌથી મોટો પ્રશ્ન એ છે કે આદિવાસી વિસ્તાર હોવા છતાંય આદિવાસી ઉમેદવારો પોતાની ઉમેદવારી કરી શકતા નથી. ચૂંટણીપંચના સમીકરણો બદલવાથી આદિવાસી વિસ્તારમાં નારાજગી વ્યક્ત કરી છે હવે કોણ ઉમેદવારી નોંધાવશે પ્રશ્ન ઉભો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો