અનોખી રીતે ઉજવણી:પીંછીથી સ્કેચ બનાવી પીએમ મોદીના જન્મદિનની ઉજવણી, છાયણના ચિત્રકારે આજ સુધી કુલ 1948 ચિત્રો તૈયાર કર્યા

સંતરામપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​બિપિન પટેલ તા.17 મે-2016થી રોજ એક ચિત્ર તૈયાર કરે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડનગરથી વડાપ્રધાન સુધીની સફર અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને જીવનમાં ઉતારી રાત દિવસ દેશહિતના કાર્યોમાં લીન છે. ગુજરાતનું ગૌરવ લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની દેશભરમાં ઉજવણી ખાસ હોય છે, ત્યારે ગુજરાતના કલાસાધક મહીસાગર જિલ્લાના છાંયણના યુવા ચિત્રકાર બિપિન પટેલે પ્રધાનમંત્રીના જન્મદિવસે તેમના અનેક સાહસિક નિર્ણયો અને સિધ્ધિઓને રંગોના અદ્ભૂત સંયોજનથી દર્શાવી આકર્ષક પેઇન્ટિંગ બનાવીને અનોખી રીતે ઉજવ્યો છે. ચિત્રકાર બિપિન પટેલે નારગોલથી ડિપ્લોમા ફાઈન અને બરોડા યુનિ.માંથી ફાઈન આર્ટ માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરેલો છે.

17મે 2016થી રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવવાની શરુ કરેલી યાત્રામાં ઐતિહાસિક સ્થળો, ગ્રામ્ય જીવન,ધબકતું શહેર,જનજાગૃતિ સંદેશ આપતાં અવિરત 1948 પેઇન્ટિંગ બનાવી અનોખી કલાસાધના જીવનમાં આત્મસાત કરનાર આર્ટીસ્ટે વિશ્વસ્તરે અને રાષ્ટ્રીયસ્તરે પણ નામના મેળવી છે. આર્ટિસ્ટ બિપિન પટેલએ તેમની કલાયાત્રામાં અનેક કીર્તિમાન સ્થાપ્યા છે. દર 100 ચિત્રને વિશેષ રીતે યાદગાર બનાવવાનો સિલસિલો જાળવી રાખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...