તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાવેદારી:સંતરામપુરમાં 36 બેઠક માટે BJPના 136ની દાવેદારી

સંતરામપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • 8 જિ. તથા 28 તા. પં.ની બેઠક પર ચૂંટણી

સંતરામપુર તાલુકામાં પણ 8 જિ. પં. અને 28 તાલુકા પંચાયતની બેઠકો માટે ચુટણી યોજાશે જેને લઇને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ચૂંટણી લડવા માટેની દાવેદારી કરવા માટે સતત ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો છે. 136 લોકોઅે દાવેદારી નોંધાવી હતી.

જેમા જિ.પંચાયતની 8 બેઠકો માટે 52 જેટલા અને તા. પંચાયત 28 બેઠકો માટે 84 લોકોઅે ચૂંટણી લડવા માટેની દાવેદારી નોંધાવી હતી. સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડીડોરે તમામના ફોર્મ સ્વીકાર કરી લીધા છે. હજુ પણ કાર્યાલય પર ફોર્મ આપવા માટે ઉમેદવારોનો ધસારો જોવાયો હતો. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના દિવસ જેમ નજીક આવે તેમ ઉમેદવારોમાં ચૂંટણી લડવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો