જોખમ:ખરસોલીમાં ડામર પ્લાન્ટ સ્થાનિક તંત્રની જાણ બહાર પુન: ચાલુ કરાતાં ખેડૂતો માટે જોખમરૂપ

સંતરામપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સંતરામપુરના ખરસોલીમાં  સ્થાનિક તંત્રની જાણ બહાર ચાલતો ડામર પ્લાન્ટ. - Divya Bhaskar
સંતરામપુરના ખરસોલીમાં સ્થાનિક તંત્રની જાણ બહાર ચાલતો ડામર પ્લાન્ટ.

સંતરામપુર તાલુકાના ખરસોલી નજીક ડામર પ્લાન્ટ નાંખવામાં આવ્યો હતો. પરંતુ કોઇક કારણો સર વર્ષો પહેલા બંધ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ અચાનક આ પ્લાન્ટ સ્થાનિક તંત્રની જાણ બહાર પુન: ચાલુ કરાતા 24 કલાક નિકળતા ધુમાડાના કારણેખેડૂતો સહિત સ્થાનિક રહીશો માટે જોખમી સાબિત થાય તેમ છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે આ પ્લન્ટને લાઈટ કનેક્શન કઈ રીતે અપાયું છે.

રહેણાંકના હેતુ માટે છે કે કોમર્શિયલ હેતુ માટે તથા પ્લાન્ટ શરૂ કરતા પહેલા વન વિભાગ, તાલુકા વિકાસ અધિકારી,ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સહિત અન્ય વિભાગ પાસેથી મંજુરી મેળવી છે કે નહી.જ્યારે અા અંગે સ્થાનિક પંચાયત વાલીયાના મુવાડાના તલાટી કમ મંત્રી અાર અેસ ડામોરને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે અગાઉ કયા કારણ સર પ્લાન્ટ બંધ કરવામાં અાવ્યો તેની જાણ નથી પરંતુ પ્લાન્ટ પુન: ચાલુ કરતા પહેલા અમારી પાસેથી કોઇ મંજુરી મેળવેલ નથી. હાલ તો ડામર પ્લાન્ટ પુન: કાર્યરત થતા ખરસોલી અને આજુબાજુ ગામના ખેડૂતો માટે ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...