તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:સંતરામપુરમાં કોરોના સંક્રમણ વધતાં તમામ બજારો બંધ રહેશે

સંતરામપુર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના સંક્રમણ વધતાં નગરપાલિકા ચિફ ઓફિસર દ્વારા જાહેરાત કરાઇ

સંતરામપુર નગરમાં છેલ્લા છ દિવસમાં કોરોનાની સંખ્યાના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. સંતરામપુર નગરના દરેક વિસ્તારોમાં ઘરે ઘરે કોરોના પોઝિટિવ દર્દીઓ જોવા મળી રહ્યા છે. મહિસાગર જિલ્લા કલેક્ટર દ્વારા સંતરામપુરમાં ખાનગી હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર માટે મંજુરી આપવામાં આવેલી છે. જેમાં દેવ સત્ય હોસ્પિટલ પારસમણી હોસ્પિટલ આ તમામ હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર દર્દીઓ વધુ પ્રમાણમાં જોવાઈ રહેલા છે.

સંતરામપુરના અલગ અલગ વિસ્તારોમાં ભોઈવાડા, નવા બજાર, મોટા બજાર, અમરદીપ સોસાયટી, મંગલ જ્યોત, ગોધરા ભાગોળ, પ્રતાપપુરા વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારના ગોઠીબ તથા બાબરોલમાં ધીરે ધીરે કોરોનાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેને લઇને સંતરામપુર નગર અને ગ્રામ્ય વિસ્તાર ખતરારૂપ સાબિત થઇ રહ્યું છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોનાના ટેસ્ટ કરાતા એમજીવીસીએલના 6 કર્મચારી પોઝિટિવ આવ્યા હતા.

સરકારી કર્મચારીઓ, દુકાનદારો સહિત લોકોમાં હવે ધીરે ધીરે સંક્રમણ વધી રહ્યું છે. જેથી કરીને પાલિકાના ચીફ ઓફિસરે શનિવારે જાહેરાત કરી કે રવિવારે સંતરામપુર સદંતર બંધ રખાશે અને જો કોઈ તેનું પાલન નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો