તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ચીચાણી ગામે વીજળી પડતાં એક યુવતી અને ગાયનું મોત નિપજ્યું; સરકાર ગરીબ પરિવારને સહાય કરે તેવો ગ્રામજનોનો આગ્રહ

સંતરામપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચીચાણી ગામે વીજળી પડતા એક બળદ તથા યુવતીનુ મોત નિપજ્યુ હતું મૃતક યુવતીની ફાઇલ તસવીર. - Divya Bhaskar
ચીચાણી ગામે વીજળી પડતા એક બળદ તથા યુવતીનુ મોત નિપજ્યુ હતું મૃતક યુવતીની ફાઇલ તસવીર.

સંતરામપુર તાલુકાના ચીચાણી ગામે વરસાદી માહોલને લઇને ઝરમર ઝરમર વરસાદ શરૂ થયેલો હતો. તે દરમિયાન સુરેખાબેન કટારા ખેતરમાં ચરાવવા માટે બાંધેલા બળદ લેવા ગયા હતા. ત્યારે અચાનક વીજળીના કડાકા થયા હતા. વીજળી ખેતરમાં સુરેખાબેન તથા બળદ ઉપર વીજળી પડતા જ મરણ પામ્યા હતા. જ્યારે બે બળદમાંથી એક બળદનો બચાવ થયો હતો.

ગામના અગ્રણી અને જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશભાઈ કટારાએ તાત્કાલિક સરકારી તંત્રને જાણ કરી હતી. ગરીબ પરિવારમાં પશુ અને ઘરના વ્યક્તિ જીવ ગુમાવતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતુ. આ ઘટના બનતા જ સરકાર દ્વારા ગરીબ પરિવારને સહાય રૂપ થાય તેવો ગ્રામજનોઅે આગ્રહ રાખેલો હતો. પરિવારના ભાવેશભાઈ ગુલાબભાઈઅે સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સંતરામપુર પોલીસ ઘટના સ્થળે પહોંચીને પંચકેસ કરેલો હતો. સુરેખાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સંતરામપુર ખાતે મોકલી અાપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...