દારૂ જપ્ત:બેણદા નજીકથી દારૂ ભરેલી ગાડી ઝડપાઇ

સંતરામપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સંતરામપુરના બેણદા ગામ પાસેથી ફિલ્મી ઢબે પીછો કરીને દારૂ ભરેલી ગાડી પકડી લેવામાં આવી હતી. - Divya Bhaskar
સંતરામપુરના બેણદા ગામ પાસેથી ફિલ્મી ઢબે પીછો કરીને દારૂ ભરેલી ગાડી પકડી લેવામાં આવી હતી.

સંતરામપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.મછાર તથા પો.સ.ઇ.એસ.એલ કલાસવા તથા પોલીસ સ્ટાફના માણસો સાથે સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે મોટા શરણૈયા ગામે નાકાબંધીમાં હતા. ત્યારે ગાડી આવતા તેને ઉભી રાખવા ઇશારો કરતા ચાલકે ગાડી ઉભી રાખેલ નહીં અને ી મોટા શરણૈયા ત્રણ રસ્તા પરથી બટકવાડા તરફના રોડે હંકારેલ દીધી હતી. સંતરામપુર પોલીસે સરકારી તેમજ ખાનગી વાહનથી ગાડીનો પીછો કરતા ગાડીનો ચાલક ગાડી બટકવાડાથી ઉખરેલી, સાંગાવાડા થઇ પ્રતાપપુરા સર્કલ થઇ ગોઠીબ થઇ પાદેડી તરફના રોડે તેની ગાડી ભગાવી હતી. પોલીસે ગાડીનો પીછો ચાલુ રાખ્યો હતો.

ગાડીનો ચાલક તેની ગાડી બેણદા ગામે રોડની સાઇડમાં ગટરમાં ઉતારી દઇ ગાડીનો ચાલક તથા બીજા બે ઇસમો ગાડી માંથી ઉતરી ભાગવા જતા પોલીસે તેઓને દોડીને પકડી પાડ્યા હતા. પોલીસે ટાટા કંપનીની અલ્ટ્રાઝ ગાડીમાંથી અલગ અલગ માર્કાની ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ 198 કિં.રૂા .68,640 તથા બિયરના ટીન નંગ-24 તથા પકડાયેલા 3ની અંગજડતીમાંથી મળેલ મોબાઇલ -૩ તથા ગાડી મળી કુલ કિ.રૂા .4,88,520ના મુદ્દામાલ સાથે આરોપી કૃપાલસિંહ દેવેન્દ્રસિંહ સોલંકી ઉ.વ.20 રહે.સૌરભવિલા સોસાયટી મકાન નં.30, ગોવિંદી રોડ ગોધરા મુળ રહે. નવીધરી, અક્ષયસિંહ મહેન્દ્રસિંહ સિસોદીયા ઉ.વ.20 રહે.ચુથાના મુવાડા બાપુ ફળિયુ તા.સંતરામપુર જિ.મહીસાગર તથા નિસીત જયંતિભાઇ મેકવાન ઉ.વ.22 રહે. ચક્રવર્તી ફળિયુ ખ્રિસ્તી મહોલ્લો કરમસદ તા.આણંદ જિ.આણંદ વિરુદ્ધમાં સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિનો ગુનો નોધીને કાર્યવાહી કરી હતી

અન્ય સમાચારો પણ છે...