તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મોટા સરણૈયાના ખેતરમાંથી 3.28 લાખના ગાંજાના 8 છોડ મળ્યા

સંતરામપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંતરામપુર તાલુકાના મોટા સરણૈયા ગામે ખેતરમાંથી ગાંજાના છોડ સાથે ઝડપાયો - Divya Bhaskar
સંતરામપુર તાલુકાના મોટા સરણૈયા ગામે ખેતરમાંથી ગાંજાના છોડ સાથે ઝડપાયો
  • ઘર પાછળના ખેતરમાં ગેરકાયદે ગાંજાનુ વાવેતર કર્યુ હતું
  • ગાંજાના છોડ કબજે કરી બે વિરુદ્ધ ગુનો નોંધ્યો

સંતરામપુર તાલુકાના મોટા મોટાસરણૈયા ગામના દેવચંદભાઇ સળુભાઇ ડામોર તથા મનસુખભાઇ ધુળાભાઇ ડામોર પોતાના ઘરની પાછળ આવેલા ખેતરમાં ગેરકાયદે ગાંજાનુ વાવેતર કર્યુ છે. તેવી બાતમીના આધારે મહીસાગર એલસીબી અને સંતરામપુર પોલીસ બાતમીના વાળા ખેતરમાં છાપો માર્યો હતો. પોલીસે ખેતરમાં તપાસ કરતાં ખેતરમાં ગેરકાયદે રીતે લીલા પાંદડા માંધાતા વનસ્પતિ ગાંજાના છોડ નંગ કુલ 8 છોડ મળ્યા હતા. આ છોડનું વજન કરતાં 32.68 કિલો ગ્રામ જેથી કુલ રૂપિયા 32,6800ના મુદ્દામાલ સાથે બંને આરોપીને પકડી પાડ્યા હતા.

સંતરામપુર તાલુકામાં વર્ષ દરમિયાનમાં અલગ અલગ ગામોમાંથી બેથી ત્રણ વખત ગાંજાની ખેતી કરતા પકડાયા હતા. અગાઉ પણ નરસિંગપુર ગામે ગાંજાનો છોડ સાથે ઝડપી પાડ્યા હતા. સંતરામપુર તાલુકામાં ધીરે ધીરે ગાંજાની ખેતી કરવાનું પ્રમાણ વધી રહ્યું છે અને તેનો ઉપયોગ પણ સતત વધારો થઈ રહ્યો છે. હજુ પણ એલસીબી દ્વારા સઘન તપાસ કરવામાં આવે સંતરામપુર તાલુકાના ઘણા વિસ્તારોમાં પણ ગાંજાની ખેતી કરતા મળી આવે ગાંજાના છોડ ઉગાડેલા બાતમીના આધારે શોધખોળ દરમિયાનમાં દેવચંદભાઈ સળુભાઈ ડામોર અને મનસુખભાઈ ધુળાભાઈ ડામોર ખેતરમાંથી મળી આવ્યા હતા અને પોલીસે તેના પર ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...