જોખમી શાળાઓ:સ્કૂલની છત તૂૂટતા 4 બાળક ઘાયલ, 1ને માથામાં 8 ટાંકા; દિવ્ય ભાસ્કરે 7 દિવસ પહેલાં જ ચેતવ્યા હતા પણ શિક્ષણમંત્રી સૂતા રહ્યા

સંતરામપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગંભીર ઇજાઓ થનાર બાળકો - Divya Bhaskar
ગંભીર ઇજાઓ થનાર બાળકો
  • રાજ્યના મંત્રી કુબેરભાઇએ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત બાળકોની મુલાકાત લીધી

મહિસાગર જિલ્લાના સંતરામપુર નગરની પ્રતાપપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8ના 400 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળાના 12 ઓરડામાંથી 4 ઓરડાને જર્જરિત જાહેર કરીને બાળકોના અભ્યાસ માટે બંધ કરી દીધા હતા. ઓરડાની ઘટના કારણે બાળકોને શાળાની લોબીમાં બેસાડીને શિક્ષણ આપવામાં આવે છે.

લોબીની છતમાંથી પોપડા પડતા આ ઘટના બની
લોબીની છતમાંથી પોપડા પડતા આ ઘટના બની

સોમવારે શાળાના શિક્ષકનો નિવૃત્તિ સન્માન સમારંભ શાળાની બહાર ચાલતો હતો. બાળકોને શાળાની લોબીમાં બેસાડ્યા હતા. અચાનક લોબીના સ્લેબના પોપડા નીચે બેઠેલા બાળકો પર પડતાં 3 વિદ્યાર્થિની અને 1 વિદ્યાર્થી મળી કુલ 4 બાળકોને ઇજા પહોંચી હતી. બાળકોને માથા તેમજ પીઠના ભાગે ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

મહત્ત્વનું છે કે, કાર્યક્રમ દરમિયાન છતના પોપડા પડતાં દોડધામ મચી હતી. પ્રતાપપુરા પ્રાથમિક શાળાના 12 વર્ગખંડમાંથી 4 વર્ગખંડને વર્ષ 2017-18માં ડિસમેન્ટલ જાહેર કરવામાં આવ્યા હતા. 8 વર્ગખંડમાં હાલ 400 જેટલા બાળકો અભ્યાસ કરે છે. પરંતુ તે પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે.

અમારાં બાળકની જવાબદારી કોણ લેશે?
મારી દીકરીને પીઠના ભાગે ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી છે. સંતરામપુરની પ્રતાપપુરા શાળાનું બિલ્ડિંગ નહીં બને ત્યાં સુધી અમે અમારાં બાળકોને શાળામાં મોકલીશું નહીં. જાનનું જોખમ વધી જાય છે. અમારા બાળકની જવાબદારી કોણ લેશે? - બળવંત ભગોરા, વિદ્યાર્થિનીના વાલી

મારી છોકરીના માથાંમાં 8 ટાંકા આવ્યા
મારી દીકરી લોબીમાં બેઠી હતી ત્યારે પોપડા પડતાં તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેને માથામાં 8 ટાંકા આવ્યા છે. આવી જર્જરિત શાળામાં બાળકોને બેસાડવા જોઇતા ન હતા. અન્ય જગ્યાએ કાર્યક્રમ હોત તો મારી છોકરીને વાગ્યું ન હોત. - કનુભાઈ બામણીયા, ઈજાગ્રસ્ત બાળકીના પિતા

લોબીની છતમાંથી પોપડા પડતા આ ઘટના બની
વર્ષ 2017-18માં પ્રતાપપુરાની શાળાના 4 ઓરડાને જર્જરિત જાહેર કરીને ટેન્ડરીંગ કર્યું હતું. હાલ રિ ટેન્ડરીંગમાં છે. જર્જરીત ઓરડાઓમાં બાળકોને બેસાડતા નથી. સોમવારે જર્જરિત વગરની લોબીની છતમાંથી પોપડા પડતા ઘટના બની છે. - આરતભાઇ બારીઆ, જિલ્લા શિક્ષણાધિકારી, મહીસાગર.

શાળાને ડિસમેન્ટલ જાહેર કરીને નવી શાળા બનાવવામાં આવશે
સંતરામપુરના ધારાસભ્ય અને રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીંડોરે ઘટનાની જાણ થતા ઇજાગ્રસ્ત બાળકોની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી તથા સારવાર અંગે પૃચ્છા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શાળાને ડિસમેન્ટલ જાહેર કરીને નવિન શાળા બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...