તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:મહિસાગર જિલ્લાના 2 યુવાનોના અમરાપુરા ડેમમાં ડૂબી જતાં મોત

સંતરામપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનના અમરાપુરા ડેમમાં ડુબી ગયેલાં મહિસાગર જિલ્લાના બે યુવાનના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતાં. - Divya Bhaskar
રાજસ્થાનના અમરાપુરા ડેમમાં ડુબી ગયેલાં મહિસાગર જિલ્લાના બે યુવાનના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતાં.
  • 5 મિત્રો રાજસ્થાનના અમરાપુરા ડેમ બાજુ ફરવા ગયા હતા
  • અન્ય ત્રણની વધુ પૂછપરછ માટે અટકાયત કરાઇ હતી

ગુજરાતના મહિસાગરમાંથી પાંચ યુવાનો રાજસ્થાનના અમરાપુરા ડેમ બાજુ બુધવારની સાંજે ફરવા માટે નીકળ્યા હતા. ડેમ તરફ પહોચ્યા બાદ ડેમમાં નાહવા પડતા બે યુવાન પાણીમાં ડુબતા હોવાની જાણ થતા અાજુ બાજુથી લોકો મદદ માટે દોડી અાવ્યા હતા. તાત્કાલીક રાજસ્થાન પોલીસને જાણ કરાતા પોલીસ ધટના સ્થળે અાવી પહોચી હતી. પોલીસ અને સ્થાનિક ગ્રામજનોની મદદથી બોટ દ્વારા બંને યુવાનોના મૃતદેહો બહાર કાઢવામાં અાવ્યા હતા.

જ્યારે રાજસ્થાન પોલીસે અન્ય ત્રણ યુવાનોની વધુ પુછપરછ માટે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી અાપવામાં અાવ્યા હતા. મૃતક યુવાનોમાં અેક સંતરામપુરનો સનીભાઈ ગીરધરલાલ પ્રજાપતિ અને અન્ય ગામના હેમંત પટેલ હોવાનુ જાણવા મળ્યુ છે. બે યુવાનના મોત નિપજતા અંતિમ સંસ્કાર માટે મૃતદેહોને ધરે લવાતા પરિવારમાં શોક સાથે અાંક્રદ જોવા મળ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...