તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:કારમાંથી રૂા.1 કરોડની રોકડ સાથે 2 ઝડપાયા, રોકડ બાંસવાડાથી લુણાવાડા લઇ જવાતી હતી, પોલીસ દ્વારા ઇન્કમટેક્સ વિભાગને જાણ કરાઇ

સંતરામપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સંતરામપુર વાંકાનાળા પાસેથી કારમાં રૂા. 1 કરોડની રોકડ સાથે 2 શખ્સ ઝડપાયા હતા. રોકડ અંગે બંનેએ ગલ્લા તલ્લા કરતા આ અંગે કાર્યવાહી કરી આઇટી વિભાગને જાણ કરાઇ છે.સંતરામપુર પોલીસે બુધવારે મોડી રાતે વોચ ગોઠવી ઇનોવા કારને રોકી તપાસ કરતા ગાડીના ચાલકનું નામ ભાઇલાલ અંબાલાલ પટેલ ઉ.વ.47 રહે.રાઘવના મુવાડા તા. લુણાવાડા અને બીજાનુ નામ પ્રકાશભાઇ લલ્લુભાઇ રાવળ ઉ.વ. 35 રહે.હરદાસપુર તા.લુણાવાડાનો હોવાનું જણાવ્યું હતું.પોલીસે કારમાં મૂકેલા બે થેલાઓમાં તપાસ કરતા તેમાંથી 500ના દરની ચલણી નોટોના રૂપિયાના 40 બંડલ કુલ રૂા. એક કરોડ રોકડા મળી હતી. પોલીસે બંને ઇસમોને પકડીને કાર તથા એક કરોડ રૂપિયા કબજે કર્યા હતા. આ રોકડા એક કરોડ રૂપિયા લુણાવાડાના અનીસ નટવરલાઇ રાણાના હતા. અને બાંસવાડાથી લુણાવાડા લઇને જતા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો