કાર્યવાહી:સીમલીયા ગામેથી પીછો કરી રૂા.1.28 લાખનો દારૂ ઝડપ્યો, પોલીસે 6.33 લાખનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી કરી

સંતરામપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંતામપૂરના સીમલિયાથી દારૂ ભરી જતું વાહન પોલીસે ઝડપી લીધું. - Divya Bhaskar
સંતામપૂરના સીમલિયાથી દારૂ ભરી જતું વાહન પોલીસે ઝડપી લીધું.
  • પિકઅપ ડાલાનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો

સંતરામપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે એક સફેદ કલરનું વગર નંબરનું પીકઅપ ડાલામાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરી આનંદપુરીથી ગોધરા તરફ જનાર છે. તેવી બાતમી આધારે પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.મછાર તથા પો.સ.ઇ. એસ.એલ. કલાસવા તથા એ.એસ.આઇ.સતીશભાઇ , હે.કો.વિરસીંગભાઇ હે.કો.સુનિલભાઇ પો.કો.અનિલભાઇ પો.કો.દિનેશભાઇ , પો.કો.ભાવેશભાઇ નાકાબંધીમાં હતા.

તે દરમિયાન બાતમી હકીકત મુજબનું ડાલુ આવતા તેને ઉભું રાખવા ઇશારો કરતા ડાલાનો ચાલક તથા તેની સાથેનો બીજો એક ઇસમ એમ બંને જણા ડાલુ મુકી નાસવા જતા પોલીસે કરણ દેવીલાલ નટ રહે.શેરગઢ રોહનીયાવાસ તા.ગાંગડતલાઇ જિ.બાંસવાડા તથા સતીશ હેમચંદ્ર નટ રહે.મુગેડ મોતી મગરી એરિયા તા.સાબલા જિ.ડુંગરપુર (રાજસ્થાન) છે.

પોલીસે પીકઅપ ડાલામાંથી 1,28,661 રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ, પીકઅપ ડાલા તથા મોબાઇલ ફોન નંગ-૩ મળી કુલ કિં.રૂા.6,33,161ના મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા બે વિરુદ્ધમાં સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...