તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:લુણાવાડા પંચાયત કચેરીમાં કર્મીઓ માસ્ક વગર દેખાયાં

લુણાવાડા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આ કર્મચારીઓ પાસેથી અધિકારીઓ દંડ લેશે કે આંખ આડા કાન કરશે?

દેશમાં કોરોના મહામારીની બીજી ઈનિંગની બિહામણી શરૂઆતથી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો હોવાથી સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈનને અનુસરવા માટે લોકોને સમજાવવા જનજાગૃતિના કાર્યક્રમો અને માસ્ક ન પહેરનારને મોટાપાયે દંડ ફટકારી લોકો માસ્ક પહેરે તેવા પ્રયત્નો કરાઇ રહ્યા છે.

જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં આવેલ તાલુકા પંચાયત કચેરીની અંદર અમુક શાખાઓના કર્મીઓ પોઝિટિવ આવતાં કેટલીક શાખાઓ બંધ કરવાની ફરજ ઉભી થઈ છે. તો સાથે સાથે આ જ તાલુકા પંચાયતની ઓફિસે કેટલાક કર્મચારીઓ માસ્ક પહેર્યા વિના ફરતા અને કચેરીની અંદર જોવા મળ્યા છે. એક બાજુ લુણાવાડા તાલુકાનું હબ ગણાતા બજારો અધિકારીઓ અને પોલીસ મળીને બંધ કરાવે છે. ત્યારે આ અધિકારીઓની ઓફિસે જ આવું લોલમ લોલ જોવા મળ્યું છે.

કોરોના ગાઈડલાઈનના નિયમો ગરીબ અને સામાન્ય માણસો અને માત્ર નાના વેપારીઓ અને બજાર પૂરતા જ સીમિત છે. અને જો તેમ નથી તો શું આ માસ્ક વિનાના કર્મચારીઓ પાસેથી અધિકારીઓ દંડ લેશે કે આંખ આડા કાન કરશે જેવા સવાલો લોકોમાં પેદા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો