કામગીરી અધૂરી:કડાણા શિયાલ-શામળા ઉદવહન સિંચાઇ યોજનાનું કામ હજું અધૂરું

દિવડા કોલોનીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજ જોડાણ-પમ્પની કામગીરી અધૂરી, વડાપ્રધાન અધૂરી સિચાંઇ યોજનાનું લોકાપર્ણ કરશે

કડાણા-શીયાલ-શામણા ઉદવહન સિંચાઈ યોજના હેઠળ શામણા તળાવ પમ્પીંગ સ્ટેશનથી પાઈપલાઈન દ્વારા લુણાવાડા-કડાણા-સંતરામપુર વિસ્તારના તળાવો પાણીથી ભરવાના હતા. ત્યારે આ યોજના હજુ સુધી સાકાર થવામાં વિલંબ છે. જેમાં આ યોજના હેઠળનું પમ્પીંગ સ્ટેશન બાંધવાની કામગીરી હાલ કાર્યરત છે. ત્યારે અા સિચાંઇ યોજનાનું વડાપ્રધાન લોકાપર્ણ કરવાના છે. જે કામગીરી આગામી બે દિવસ વડાપ્રધાનની દાહોદ મુલાકાત પહેલા પુર્ણ થાય નહિ તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે.

આ કામગીરીમાં શામણા તળાવનું પાણી પમ્પીંગ સ્ટેશનમાં સમ્પમાં લાવવા માટેની પાઈપલાઈન ફીટીંગની કામગીરી અધૂરી છે. પમ્પીંગ સ્ટેશનમાં જરુરી કનેક્શન કરવાની કામગીરી બાકી છે. શામણાથી દેનાવાડા કોતર પરથી પસાર કરવા માટેની અંદાજીત 300 મીટર જેટલી આ યોજના હેઠળની પાઈપલાઈન નાંખવાની કામગીરી બાકી જોવા મળી હતી. જરુરી વિજ કનેક્શન પણ હજુ સુધી મળેલુ નથી એટલે કે આ યોજના હેઠળની મોટાભાગની કામગીરી અધુરી જોવા મળી હતી.

આ યોજનાનું લોકાર્પણ વડાપ્રધાન હસ્તે કરવાનું હોય જેથી આ કામ સમય મર્યાદામાં પુર્ણ કરવા માટે જયંતિ સુપર કન્ટ્રકશનને જેટલી પણ મશીનરી અને વધુ મેન પાવરને ઉપયોગમાં લઇ પુર્ણ કરવા તાકીદ કરવામાં આવ્યું હતું અને જો પુર્ણ નહી થાય તો ગંભીર નોંધ લેવાની ચીમકી કાર્યપાલક ઈજનેર કડાણા દ્વારા આપવામાં આવી હતી.

કામ પૂરું થતાં હજું સમય લાગશે
શામળામાં તળાવો ભરવાના બાકી છે. આ યોજનામાં કામગીરી અધુરી છે. અને આનુ કામ પુરૂ થતા સમય લાગશે. લોકાર્પણ માટે લેવાનું છે કે નહી તે નક્કી નથી થયું. - રાજુભાઈ બામણ, નાયબ કાર્યપાલક, કડાણા

અન્ય સમાચારો પણ છે...