તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:મહીસાગર મહિલા પોલીસ તથા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલા જાગૃતિ શિબિર યોજાઇ

લુણાવાડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાચાર કે કોઈ મુસીબત આવે તો સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરવો
  • મહિલાઓને તેમના રક્ષણ માટે કાયદાકીય રીતે પોતાની કાળજી રાખવાની માહિતી આપવામાં આવી

મહિસાગરના કડાણા તાલુકાના વડાઝાપા, માછીવાડા, વગોટિયા, ધોરિયાના મુવાડા, ગામોમાં જઈને મહિલાઓને કાયદાકીય માહિતી આપવામાં આવી હતી. મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે. સી. ઝાલા સ્ત્રી શસ્કતિકરણ માટે સ્ત્રીઓને પોતાના અધિકારો વિશે અને જાતીય સતામણી અંગે સિનિયર સિટીઝનને પણ કોઈ મુશ્કેલી હોય તે વિશેના કાયદા વિશે માહિતગાર કર્યા હતા. સાથે સાથે મહિલાઓમાં અંધશ્રદ્ધા, વહેમ, ડાકણ જેવી પ્રથાઓ હજી ચાલે તેમાં બહેનોએ જ સજાગ થવાની જરૂર છે. તેવા સૂચનો પણ આપ્યા હતા.

CID ક્રાઇમ FFWC મેમ્બર સોનલબેન પંડ્યાએ પણ જણાવેલું કે મહિલાઓ સશકત બને અને પોતાના પર થતા અત્યાચારોને સહન ન કરતા, ભય વિના મહિલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવેલું. સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ગામીત શિલ્પાબેને જણાવેલું કે હિંસાથી પીડિત મહિલાઓને તમામ સમસ્યાઓનું સમાધાન એક છત નીચે મળી રહે છે.

PBSC નિકિતા બેને પણ જણાવેલું કે અમે બહેનો માટે જ કામ કરીએ છીએ. કઈ પણ પ્રશ્ન હોય તો અમારો સંપર્ક કરી શકો છો. સાથે પોગ્રામમાં ASI જશિબેન પણ તેમના સ્ટાફ સાથે હાજર રહી અંતરિયાળ ગામોની મહિલાઓને તેઓની સાથે થતા અત્યાચાર કે અન્ય કોઈ મુસીબત આવે તો સખી વન સ્ટોપ સેન્ટર મહીસાગરનો સંપર્ક કરવા તેમજ મહિલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પોતાની આપવીતી જણાવી પોતાની સાથે થતા અત્યાચારથી બચવા માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...